પુર@બનાસકાંઠાઃ2017નું પુનરાવર્તન રોકવા તંત્ર એલર્ટ, જિલ્લામાં NDRFની ટીમો તૈનાત

અટલ સમાચાર. પાલનપુર રાજ્યમાં આજે અને આવતીકાલે અને 17 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં2017માં જેવું પૂર આવ્યું હતું તેવી જ સ્થિતિ ફરી ન સર્જાય તે માટે તંત્ર એલર્ટ બન્યુ છે. NDRFની જવાનોની ટીમ બનાસકાંઠામાં ભારે વરસાદમાં પણ બચાવ કામગીરી કરશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
પુર@બનાસકાંઠાઃ2017નું પુનરાવર્તન રોકવા તંત્ર એલર્ટ, જિલ્લામાં NDRFની ટીમો તૈનાત

અટલ સમાચાર. પાલનપુર

રાજ્યમાં આજે અને આવતીકાલે અને 17 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં2017માં જેવું પૂર આવ્યું હતું તેવી જ સ્થિતિ ફરી ન સર્જાય તે માટે તંત્ર એલર્ટ બન્યુ છે. NDRFની જવાનોની ટીમ બનાસકાંઠામાં ભારે વરસાદમાં પણ બચાવ કામગીરી કરશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પુર@બનાસકાંઠાઃ2017નું પુનરાવર્તન રોકવા તંત્ર એલર્ટ, જિલ્લામાં NDRFની ટીમો તૈનાત

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ ચાર ઈચ વરસાદ દાંતીવાડામાં નોધાયો છે. જીલ્લાના વડગામ, પાલનપુર, ધાનેરા, દીયોદર, ડીસા, કાંકરેજ અને અમીરગઢ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધપાત્ર વરસાદ થયો છે. ડીસા પંથકમાં પણ દોઢ ઈંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા છે. હજુ
આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે.ભારે વરસાદની આગાહીને લઇ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થયુ છે.

પુર@બનાસકાંઠાઃ2017નું પુનરાવર્તન રોકવા તંત્ર એલર્ટ, જિલ્લામાં NDRFની ટીમો તૈનાત

દાંતીવાડા તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ છે. પાંથાવાડા પંથકમાં વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતો માં ખુશીનો માહોલછે.પાંથાવાડા આજુબાજુ ગામમાં ખેતરોમાં પાણી ભરાયા છે. તળાવ ભરાતા ગામના લોકો તળાવ
જોવા વહેલી સવારથી ઉમટી પડ્યા હતા.

રાજ્યમાં 21 તાલુકામાં 4 ઇંચથી 12 ઇંચ સુધી વરસાદ

ગુજરાત રાજ્યમાં વરસાદની ત્રણ સાઇકલ સક્રિય છે અને આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાંથી 21 તાલુકામાં 4 ઇંચથી 12 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 65 તાલુકામાં 2થી 3 ઇંચ અને 55 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમાં 12.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 12 ઇંચ નોંધાયો છે. ગત 24 કલાકમાં આણંદ અને ખેડા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં 12.5 ઇંચ છે.