બનાસકાંઠાઃ ATMમાં જમા કરાવવા આપેલા 21 લાખ ઘરભેગા કરતા ચકચાર

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જિલ્લામાં આવેલી બેન્ક ઓફ બરોડાના 21 લાખ એટીએમમાં જમા કરાવવા કંપનીના માણસોને મોકલ્યા હતા. સિક્યોર વેલ્યુ ઈન્ડીયા લી. દ્વારા અવાર-નવાર બેન્કના એટીએમમાં નાણા જમા કરાવવાનું કામ રાખેલુ છે. જેમાં આગથળા પંથક નજીકના એટીએમમાં 21,04,500ની રકમ જમા થાય તે પહેલા ઘરભેગી થઈ છે. ચાર ઈસમોએ બેન્ક અને કંપની સાથે છેતરપિંડી
 
બનાસકાંઠાઃ ATMમાં જમા કરાવવા આપેલા 21 લાખ ઘરભેગા કરતા ચકચાર

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જિલ્લામાં આવેલી બેન્ક ઓફ બરોડાના 21 લાખ એટીએમમાં જમા કરાવવા કંપનીના માણસોને મોકલ્યા હતા. સિક્યોર વેલ્યુ ઈન્ડીયા લી. દ્વારા અવાર-નવાર બેન્કના એટીએમમાં નાણા જમા કરાવવાનું કામ રાખેલુ છે. જેમાં આગથળા પંથક નજીકના એટીએમમાં 21,04,500ની રકમ જમા થાય તે પહેલા ઘરભેગી થઈ છે. ચાર ઈસમોએ બેન્ક અને કંપની સાથે છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

બેંક ઓફ બરોડાના એટીએમમા કેશ ભરવાનું કામ કરતી એજન્સીના ચાર ઇસમોએ 21 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. પાટણ શાખાની હેડ ઓફિસેથી કેશ લઈ ડીસાના વરનોડા, લક્ષ્મીપુરા, શેરપુરા તેમજ લાખણીના દેવસરી ગામોના એટીએમમાં કેશ જમા કરવાની હતી. જે રકમ જમા કરવાને બદલે બારોબારીયું કરી હેડ ઓફીસમાં રકમ જમા કરાવી દીધાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.

જોકે આ રકમ એટીએમમાં જમા ન થઈ હોવાનું બેન્ક ઓફ બરોડા દ્વારા કંપનીને કહેતા પગતળેથી જમીન ખસી ગયાનો ઘાટ ઘડાયો હતો. સિક્યોર વેલ્યુ ઈન્ડીયા લી. નામની કંપની દ્વારા રૂટ ઉપર ગયેલા માણસોનો સંપર્ક કરતા છેક એક મહિના બાદ ઓડિટમાં છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આથી સિનિયર એક્ઝિકયુટીવે કંપનીના ચાર કર્મચારીઓ વિરુદ્ધ આગથળા પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

21 લાખ ઘરભેગા કરનાર  આરોપીઓ

1. ચેહરા પરસોતમ મકવાણા રહે.ચંડીસર

2.ભલા આંબા ગામોટ રહે.એટા

3.વાહતા મગન દેસાઈ રહે.નાંણી

4. રમેશ નરશી જોષી રહે. ડીસા