બનાસકાંઠા: સરકારે નિમણુંક કરી વાઇલ્ડ લાઇફમાં, DCFએ મુકી દીધા મોબાઇલ સ્કવોર્ડમાં

અટલ સમાચાર,મહેસાણા રાજય વનવિભાગની નિમણુંક સંદર્ભે બનાસકાંઠા જીલ્લામાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ગત માર્ચ મહિનામાં રાજય વનવિભાગે બનાસકાંઠાના વાઇલ્ડ લાઇફ એસીએફની જગ્યા ભરી હતી. સાબરકાંઠા વનવિભાગથી બદલી થઇને આવેલા અધિકારીને બનાસકાંઠા ડીસીએફ ગંગાશરણે મોબાઇલ સ્કવોર્ડમાં મુકી દેતા ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે અધિકારીએ રજૂઆત કરતા ડીસીએફની દાદાગીરી સાથે રાજય વનવિભાગની આબરૂ દાવ ઉપર
 
બનાસકાંઠા: સરકારે નિમણુંક કરી વાઇલ્ડ લાઇફમાં, DCFએ મુકી દીધા મોબાઇલ સ્કવોર્ડમાં

અટલ સમાચાર,મહેસાણા

રાજય વનવિભાગની નિમણુંક સંદર્ભે બનાસકાંઠા જીલ્લામાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ગત માર્ચ મહિનામાં રાજય વનવિભાગે બનાસકાંઠાના વાઇલ્ડ લાઇફ એસીએફની જગ્યા ભરી હતી. સાબરકાંઠા વનવિભાગથી બદલી થઇને આવેલા અધિકારીને બનાસકાંઠા ડીસીએફ ગંગાશરણે મોબાઇલ સ્કવોર્ડમાં મુકી દેતા ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે અધિકારીએ રજૂઆત કરતા ડીસીએફની દાદાગીરી સાથે રાજય વનવિભાગની આબરૂ દાવ ઉપર લાગી છે.

સાબરકાંઠા જીલ્લાના મદદનીશ વનસંરક્ષક આર.એલ.જાલંઘરાની બદલી વાઇલ્ડ લાઇફ મદદનીશ વનસંરક્ષક, બનાસકાંઠામાં કરવામાં આવી હતી. બદલીથી ફરજ ઉપર આવેલા અધિકારીને રાજય વનવિભાગના આદેશ મુજબ જવાબદારી આપવાને બદલે નાયબ વનસંરક્ષક ગંગાશરણે ઉલ્ટુ કર્યુ છે. જેથી નિમણુંક મામલે વિવાદ ઉભો થયો છે.

બનાસકાંઠા ડીસીએફ ગંગાશરણે વાઇલ્ડ લાઇફની ખાલી જગ્યા ઉપર નિમણુંક રદ કરી અધિકારીને મોબાઇલ સ્કવોર્ડમાં મુકી દીધા છે. જેની સામે અધિકારીની રજૂઆત બાદ ગંગાશરણે તોછડી ભાષામાં આવુ જ થશે, તેવો જવાબ આપી દીધો હતો. સુત્રોએ જણાવ્યુ હતુ કે, વાઇલ્ડ લાઇફની જગ્યા ઉપર અંબાજી દક્ષિણના આરએફઓ અને પોતાના વિશ્વાસુ ગોવિંદભાઇને મુકી દીધા છે.

સમગ્ર મામલે ડીસીએફ ગંગાશરણે રાજય વનવિભાગની નિમણુંક સામે દાદાગીરી દાખવી આબરૂ લીધી હોવાનું ઘટનાને પગલે સામે આવ્યુ છે. નિમણુંકની વિરૂધ્ધમાં ફરજ બજાવતા અધિકારી ખુદ અન્યાયનો ભોગ બન્યા હોવાનો ઘટસ્ફોટ થતા વનઆલમમાં ખળભળાટ મચી ગયો છે.