બનાસકાંઠા: ભાભરના બરવાળામાં ભત્રીજાએ કાકાની હત્યા કરી, બે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, ભાભર બનાસકાંઠાના ભાભર તાલુકાના બરવાળામાં ભત્રીજાએ કાકાના પરિવારજનો પર હુમલો કર્યો હતો. હુમલામાં મૃતકના પત્ની અને પુત્ર પણ ઈજાગ્રસ્ત થયા છે તો કાકાની હત્યા થઈ છે. પરિવારજનો ઘ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ભત્રીજા સામે ગુનો નોંધીને તપાસ હાથધરી છે. ભાભર
 
બનાસકાંઠા: ભાભરના બરવાળામાં ભત્રીજાએ કાકાની હત્યા કરી, બે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, ભાભર

બનાસકાંઠાના ભાભર તાલુકાના બરવાળામાં ભત્રીજાએ કાકાના પરિવારજનો પર હુમલો કર્યો હતો. હુમલામાં મૃતકના પત્ની અને પુત્ર પણ ઈજાગ્રસ્ત થયા છે તો કાકાની હત્યા થઈ છે. પરિવારજનો ઘ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ભત્રીજા સામે ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

બનાસકાંઠા: ભાભરના બરવાળામાં ભત્રીજાએ કાકાની હત્યા કરી, બે ઇજાગ્રસ્ત

ભાભર તાલુકાના બરવાળા ગામે વારંવાર ખોટી ફરિયાદની અદાવત રાખી ઘરમાં સૂઈ રહેલા જીવાભાઈ વાહજીભાઈ પરમાર ઉપર તેમના ભાઈ નરસીભાઇ વાહજીભાઈ પરમાર અને બે ભત્રીજા જગદીશ નરશીભાઈ પરમાર અને રણજીત નરશી પરમાર હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગયા હતા અને ખાટલામાં સુઈ રહેલા જીવાભાઈ પરમારને છરી વડે આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બચાવવા વચ્ચે પડેલી મૃતકની પત્ની ગીતાબેન જીવાભાઈ પરમાર અને તેમનો નાનો પુત્ર પણ ઘાયલ થયો છે.

બનાસકાંઠા: ભાભરના બરવાળામાં ભત્રીજાએ કાકાની હત્યા કરી, બે ઇજાગ્રસ્ત

પોલીસને ઘટનાની જાણ થતા ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપી પિતા અને બે પુત્ર સામે કલમ 307 અને ૩૦૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શુક્રવારે રાત્રે 11:00 કલાકે બનાવ બનતા ભાભર પંથકમાં ચકચાર મચી છે. બંને ઘાયલ માતા-પુત્રને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.