બનાસકાંઠાઃ 22, 23 અને 24 નવેમ્બરે પટોસણ પ્રા. શાળાનો પ્લેટિનમ મહોત્સવ યોજાશે

અટલ સમાચાર, પાલનપુર આગામી તા. 22, 23 અને 24 નવેમ્બર-2019ના રોજ પાલનપુર તાલુકાના પટોસણ સરકારી પ્રાથમિક શાળાનો પ્લે્ટિનમ મહોત્સવ યોજાશે. બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને પટોસણ ગામના ગ્રામજનોના પરિશ્રમથી તા.25-11-1949 માં શરૂ કરવામાં આવેલ પટોસણ પ્રાથમિક શાળાના 70 વર્ષની ઉજવણી નિમિત્તે શાળાના પૂર્વ અને વર્તમાન 108 જેટલાં ગુરૂજનો, શાળાના વિકાસ માટે દાન આપના દાતાઓ
 
બનાસકાંઠાઃ 22, 23 અને 24 નવેમ્બરે પટોસણ પ્રા. શાળાનો પ્લેટિનમ મહોત્સવ યોજાશે

અટલ સમાચાર, પાલનપુર

આગામી તા. 22, 23 અને 24 નવેમ્બર-2019ના રોજ પાલનપુર તાલુકાના પટોસણ સરકારી પ્રાથમિક શાળાનો પ્લે્ટિનમ મહોત્સવ યોજાશે. બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને પટોસણ ગામના ગ્રામજનોના પરિશ્રમથી તા.25-11-1949 માં શરૂ કરવામાં આવેલ પટોસણ પ્રાથમિક શાળાના 70 વર્ષની ઉજવણી નિમિત્તે શાળાના પૂર્વ અને વર્તમાન 108 જેટલાં ગુરૂજનો, શાળાના વિકાસ માટે દાન આપના દાતાઓ અને હેતીબેન રતુભાઇ કરશનભાઇ કાથરોટીયા જેમના નામ પરથી શાળાનું નામકરણ કરવામાં આવ્યું છે. તેમના પરિવારજનોનું સન્માન કરવામાં આવશે.

આ પ્રસંગે શાળાના 2,000 જેટલાં પૂર્વ વિધાર્થીઓનું સ્નેહમિલન પણ યોજાશે. આ શાળામાં રાજય સરકાર અને દાતાઓના સહયોગથી મળેલ કોમ્પ્યુટર લેબ અને કોમપ્યુકટર શિક્ષક પણ છે. તેમજ આધુનિક જમાના પ્રમાણે પ્રોજેક્ટર અને ઇન્ટરનેટની સુવિધાથી સજ્જ સ્માર્ટ ક્લાસની શાળામાં સરસ વ્યવસ્થા છે.

ત્રણ દિવસના પ્લેટિનમ મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ આ પ્રમાણે છે. તા.22-11-2019, શુક્રવાર સવારે-9.00 કલાકે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવશે અને ધુડાભાઇ કાનજીભાઇ કાથરોટીયા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે. તા.23-11-2019, શનિવારે સવારે-8.30 કલાકે કેશરભાઇ વિરસંગભાઇ ભટોળના અધ્યક્ષસ્થાને પૂર્વ વિધાર્થીઓનું સ્નેહમિલન અને શિક્ષકઓનો સન્માન સમારોહ યોજાશે.

તથા રાત્રે 8.30 કલાકે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીનબેન કરેણના અધ્યક્ષસ્થાને રંગોત્સવ કાર્યક્રમ અને દાતાઓનો સન્માન સમારંભ યોજાશે. તા.24 રવિવારના રોજ સવારે-10.00 કલાકે ભોજન સમારંભ યોજાશે. આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ, શિક્ષણ જગતના અગ્રણીઓ, ગામના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેશે તેમ પટોસણ પ્રા. શાળાના આચાર્યશ્રી તુષારભાઇ પટેલે જણાવ્યું છે.