બનાસકાંઠા: જેસોર અભ્યારણને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રજૂઆત

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી) બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેના દ્વારા જેસોર અભ્યારણને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા નજીક પર્વત અને ગીરીમાળા વચ્ચે આવેલા જેસોર રીંછ અભયારણ્ય માં આખા ભારત દેશના રીંછના અધિક્તમ ધરાવતો સેન્ચુયરી એરીયા છે. દેશ તથા વિદેશના વાઇલ્ડ લાઇફના નિષ્ણાતો તેમજ વિજ્ઞાનિકો દ્વારા
 
બનાસકાંઠા: જેસોર અભ્યારણને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રજૂઆત

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી)

બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેના દ્વારા જેસોર અભ્યારણને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા નજીક પર્વત અને ગીરીમાળા વચ્ચે આવેલા જેસોર રીંછ અભયારણ્ય માં આખા ભારત દેશના રીંછના અધિક્તમ ધરાવતો સેન્ચુયરી એરીયા છે. દેશ તથા વિદેશના વાઇલ્ડ લાઇફના નિષ્ણાતો તેમજ વિજ્ઞાનિકો દ્વારા અવાર નવાર મુલાકાતો લેતા હોય છે પરંતુ મુલાકાતીઓ માટેની પ્રાથમિક વ્યવસ્થા ટુરીઝમની સગવડો ન હોવાના કારણે જેસોર અભ્યારણનો વિકાસ થઇ શક્યો નથી.

પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોની પણ અવર જવર થતી નથી. સગવડોના અભાવે પ્રવાસન સ્થળનો વિકાસ થતો અટકી જવા પામ્યો છે. જેસોર અભ્યારણની અંદર જ કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. જેસોર રીંછ અભયારણ્યએ આદિવાસી વિસ્તાર છે. ટ્રાયબલ ગણાતાં આ જેસોર અભ્યારણને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો ટ્રાયબલ આદિવાસી વિસ્તારમાં લોકોને રોજગારી ધંધો પણ મળી શકે. આ વિસ્તાર નજીક જ અંબાજી યાત્રાધામ આવેલુ છે જેના કારણે બ.કામાં એક સુંદર ટુરિઝમ (પ્રવાસન) સ્થળ સમગ્ર ગુજરાતના પ્રવાસીઓને આકર્ષવા ઉભુ કરી શકાય તેમજ‌ જેસોર રીંછ અભયારણ્યનો વિકાસ પણ કરી શકાય.