બનાસકાંઠાઃ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલો તૈયાર કરાઇ

અટલ સમાચાર, પાલનપુર નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને રોકવા માટે સરકારની સુચના મુજબ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી
 
બનાસકાંઠાઃ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલો તૈયાર કરાઇ

અટલ સમાચાર, પાલનપુર

નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને રોકવા માટે સરકારની સુચના મુજબ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન પ્રમાણે આરોગ્ય વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સખત પરિશ્રમ કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સરકારી આઇસોલેશન વોર્ડ ઉપરાંત ખાનગી હોસ્પીટલોમાં પણ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. પાલનપુર સીવીલ હોસ્પિટલમાં ૧૨૦ બેડની કોવિદ હોસ્પિટલ આઇસોલેશન વોર્ડ સાથે તૈયાર છે. આ ઉપરાંત ડીસા, થરાદ, વાવ, અંબાજી અને જિલ્લામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ દર્દીઓને સારવાર આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

બનાસકાંઠાઃ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલો તૈયાર કરાઇ

કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે બનાસકાંઠા જિલ્લામાં બે ખાનગી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ડીસા ખાતે ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલ- ૮૦ બેડ અને પાલનપુર ખાતે સમર્પણ ખાનગી હોસ્પિટલમાં- ૩૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રામચંદ સ્વરાજ હોસ્પિટલ ધાનેરા તથા તિરૂપતિ હોસ્પિટલ પાંથાવાડાને બેડ સહિત તમામ સુવિધા રાખવા જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સુચના આપવામાં આવી છે.