કૌભાંડ@બનાસકાંઠા: સરકારી અનાજનું બારોબારીયું, 20 બોરી જથ્થો ઝડપી FSLમાં મોકલાયો

અટલ સમાચાર, કાંકરેજ કોરોના મહામારી વચ્ચે કાંકરેજ પંથકના ગામમાં સરકારી અનાજનું બારોબારીયું કરવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગામના સસ્તા અનાજની દુકાનના જથ્થાનું પશુદાણની બોરી બારોબારીયું થવાની હિલા સરપંચના પતિ જાણ થઇ હતી. જે બાદમાં તેમણે મામલતદારને જાણ કરતાં તાત્કાલિક ટીમે પહોંચી છોટા હાથીમાં ભરેલો 20 બોરી ઘઉંનો જથ્થો ઝડપી પાડી ઘઉંના નમૂના
 
કૌભાંડ@બનાસકાંઠા: સરકારી અનાજનું બારોબારીયું, 20 બોરી જથ્થો ઝડપી FSLમાં મોકલાયો

અટલ સમાચાર, કાંકરેજ

કોરોના મહામારી વચ્ચે કાંકરેજ પંથકના ગામમાં સરકારી અનાજનું બારોબારીયું કરવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગામના સસ્તા અનાજની દુકાનના જથ્થાનું પશુદાણની બોરી બારોબારીયું થવાની હિલા સરપંચના પતિ જાણ થઇ હતી. જે બાદમાં તેમણે મામલતદારને જાણ કરતાં તાત્કાલિક ટીમે પહોંચી છોટા હાથીમાં ભરેલો 20 બોરી ઘઉંનો જથ્થો ઝડપી પાડી ઘઉંના નમૂના લઇ એફએસએલમાં મોકલી આપ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાના જીલ્લાના કાંકરેજ તાલુકાના થરામાં રુવેલ ગામની સસ્તા અનાજની દુકાનનો રેશનિંગ નો જથ્થો બારોબાર માર્કેટમાં વેચવા જતા ઝડપાઈ ગયો છે. આજે ગામના મહિલા સરપંચના પતિની સતર્કતાને કારણે સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ હતુ. દુકાનના સંચાલકે ગરીબોના હકના ઘઉંને પશુદાણની બોરીમાં ભરી માર્કેટમાં વેચવા જઇ રહ્યો હતો. આ દરમ્યાન મહિલા સરપંચના પતિને જાણ થતાં તાત્કાલિક મામલતદારને જાણ કરી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ અંગે જાણ થતાં જ મામલતદારની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યાં છોટા હાથીમાં ભરેલો 20 બોરી ઘઉંનો જથ્થો ઝડપી પાડી ઘઉંના નમૂના લઇ એફએસએલમાં મોકલી આપ્યા છે. આ સાથે સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય દુકાનદારોમાં ખળભળાટ મચી ગયો છે.