બનાસકાંઠા: શિહોરી પોલીસે અકસ્માત કરી ભાગી જનારને પકડી પાડયો

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર) શિહોરી થી દિયોદર રોડ પર કૂવારવા ગામના પંચાલ વેલાભાઈ પોતાના ખેતરમાંથી ગામમાં ગત તારીખ 9.5.2019 ના રોજ આવી રહ્યા હતા. તે દરમ્યાન દિયોદર થી શિહોરી તરફ આવી રહેલી વરના ગાડી પૂર ઝડપે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી વેલાભાઇને પાછળથી ટક્કર મારી ગંભીર ઇજા કરી નાસી ગયેલ હતા. ગંભીર ઇજાગ્રસ્તને 108 મારફતે શિહોરી રેફરલ
 
બનાસકાંઠા: શિહોરી પોલીસે અકસ્માત કરી ભાગી જનારને પકડી પાડયો

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

શિહોરી થી દિયોદર રોડ પર કૂવારવા ગામના પંચાલ વેલાભાઈ પોતાના ખેતરમાંથી ગામમાં ગત તારીખ 9.5.2019 ના રોજ આવી રહ્યા હતા. તે દરમ્યાન દિયોદર થી શિહોરી તરફ આવી રહેલી વરના ગાડી પૂર ઝડપે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી વેલાભાઇને પાછળથી ટક્કર મારી ગંભીર ઇજા કરી નાસી ગયેલ હતા. ગંભીર ઇજાગ્રસ્તને 108 મારફતે શિહોરી રેફરલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે મૃર્ત જાહેર કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠા: શિહોરી પોલીસે અકસ્માત કરી ભાગી જનારને પકડી પાડયો

સમગ્ર બાબતે શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર 25/2019 આઈ પી સી કલમ 279,304,(અ) 337,૩૩૮ તથા એમ વી એકટ કલમ 177,184,134 મુજબનો ગુનો નોંધાયો હતો. જેની શિહોરી પોલીસ હાઇવેના સી.સી કેમેરા ફૂટેજ તપાસકર્તા ભાભર તાલુકાના કુવાળા ગામના ભરતભાઇ ચીમનભાઈ પરમાર તેમજ ગાડી વરના નંબર જી.જે.01.BT.5100 ને તારીખ 16-5-2019ના રોજ શિહોરી પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક લોકોએ શિહોરી પોલીસની કામગીરી બિરદાવી હતી.