બનાસકાંઠાઃ RTOની લાલીયાવાડી સામે પ્રાન્‍તની કડકાઈ, CNG પંપમાં સુરક્ષા તપાસો

અટલ સમાચાર, મહેસાણા ફાયર સેફટી અંગે સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ઘોડા દોડી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ પેદા થઈ છે. યુદ્ધના ધોરણે વિવિધ સ્થળોની ચકાસણી અને ત્રુટિઓ જણાય ત્યાં ઝડપથી કાર્યવાહી કરવા સુચના અપાઈ રહી છે. જેમાં આરટીઓ અધિકારીને ખાસ તાકિદ કરી સીએનજી પંપોમાં સુરક્ષાની ખાતરી કરવા પ્રાન્ત અધિકારીએ પરખાવી દીધું છે. સી.એન.જી.
 
બનાસકાંઠાઃ RTOની લાલીયાવાડી સામે પ્રાન્‍તની કડકાઈ, CNG પંપમાં સુરક્ષા તપાસો

અટલ સમાચાર, મહેસાણા

 

ફાયર સેફટી અંગે સમગ્ર બનાસકાંઠા જીલ્‍લામાં ઘોડા દોડી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ પેદા થઈ છે. યુદ્ધના ધોરણે વિવિધ સ્‍થળોની ચકાસણી અને ત્રુટિઓ જણાય ત્‍યાં ઝડપથી કાર્યવાહી કરવા સુચના અપાઈ રહી છે. જેમાં આરટીઓ અધિકારીને ખાસ તાકિદ કરી સીએનજી પંપોમાં સુરક્ષાની ખાતરી કરવા પ્રાન્ત અધિકારીએ પરખાવી દીધું છે.

બનાસકાંઠાઃ RTOની લાલીયાવાડી સામે પ્રાન્‍તની કડકાઈ, CNG પંપમાં સુરક્ષા તપાસો

સી.એન.જી. સંચાલિત પેસેન્‍જર વાહનો રીફીલીંગ માટે જાય ત્‍યારે પુરતી કાળજી રાખવા સુચન કરાયું છે. વાહનમાં સી.એન.જી. કીટ અંગે આર.સી. બુકમાં એન્‍ટ્રીની ચકાસણી કરવા અંગે આરટીઓ અધિકારીને જણાવતા અત્યાર સુધીની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ સાથે સીએનજી પંપમાં ફાયર સેફટીના સાધનો પુરતા અને યોગ્‍ય રીતે ઉપલબ્‍ધ છે કે કેમ તેની ચકાસણી કરવાનું કહેતા આરટીઓ અધિકારી એક્ટીવ ન હોવાની આશંકા ઉભી થઈ છે.

બેઠકમાં આર.ટી.ઓ. ડી. એસ. પટેલ સહીત શિક્ષણ, આરોગ્‍ય, યુ.જી.વી.સી.એલ., એસ.ટી. બસ ડેપો મેનેજર સહીત અધિકારીઓ અને સી.એન.જી. પંપ માલિકો, સંચાલકશ્રીઓ હાજર રહ્યા હતાબનાસકાંઠાઃ RTOની લાલીયાવાડી સામે પ્રાન્‍તની કડકાઈ, CNG પંપમાં સુરક્ષા તપાસો

સ્‍કુલ વાહનોનું ચેકીંગ કરવા અંગે પ્રાન્‍ત અધિકારીએ આર.ટી.ઓ. અધિકારીને કામગીરી કરવા જણાવતા અત્યાર સુધી શું કર્યું તે અંગે સવાલો ઉભા થયા છે. આ દરમિયાન ટ્રાફીક પોલીસને પણ આ અંગે પુરતુ ધ્‍યાન આપવા સુચના આપી હતી.

આ બેઠકમાં ડીસા પ્રાન્ત અધિકારી, આર.ટી.ઓ. ડી. એસ. પટેલ સહીત શિક્ષણ, આરોગ્‍ય, યુ.જી.વી.સી.એલ., બસ ડેપો મેનેજર સહીત અધિકારીઓ અને સી.એન.જી. પંપ માલિકો, સંચાલકો હાજર રહ્યા હતા.