બનાસકાંઠા: વિશ્વ પર્યાવરણ દિવસે બાલારામ અભિયારણમાં સૂકાયેલા વૃક્ષો જોવા મળ્યા

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠાના અંબાજી વિસ્તારના ગબ્બર પાછળના જંગલ બાલારામ અભિયારણ તરીકે જાહેર કરવામાં આવેલું છે. અહીં વનવિભાગ દ્વારા દર વર્ષે હજારો વૃક્ષોને નર્સરીમાં તૈયાર કરી જંગલમાં રોપ કરવામાં આવે છે, છતાં પણ આજે વિશ્વ પર્યાવરણ દિવસે ગબ્બર પાછળના જંગલ વિસ્તારમાં જંગલો વેરાન બની ગયા છે. જંગલ વિભાગ દ્વારા દરવર્ષે લખો રૂપિયા નો ખર્ચ કરી
 
બનાસકાંઠા: વિશ્વ પર્યાવરણ દિવસે બાલારામ અભિયારણમાં સૂકાયેલા વૃક્ષો જોવા મળ્યા

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠાના અંબાજી વિસ્તારના ગબ્બર પાછળના જંગલ બાલારામ અભિયારણ તરીકે જાહેર કરવામાં આવેલું છે. અહીં વનવિભાગ દ્વારા દર વર્ષે હજારો વૃક્ષોને નર્સરીમાં તૈયાર કરી જંગલમાં રોપ કરવામાં આવે છે, છતાં પણ આજે વિશ્વ પર્યાવરણ દિવસે ગબ્બર પાછળના જંગલ વિસ્તારમાં જંગલો વેરાન બની ગયા છે. જંગલ વિભાગ દ્વારા દરવર્ષે લખો રૂપિયા નો ખર્ચ કરી જંગલ ને જીવંત રાખવાના પ્રયાસો કરાય છે, એટલું જ નહીં જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

અંબાજીના બાલારામ અભિયારણમાં ચોંકાવનાર દ્ર્ષ્યો જોવા મળ્યા અનેક નાનામોટા વૃક્ષો કાપેલી હાલતમાં મળી આવ્યા, તો ક્યાંક તાજા વૃક્ષો પણ કાપેલા પડેલા જોવા મળ્યા. લોકો જંગલ વિભાગ ના કર્મચારીઓની આખમાં ધૂળ નાખી આ વૃક્ષોનું નિકંદન કાઢી નાખે છે ને સમય સુચકતા જોઈને તે કાપેલા વૃક્ષોને ઉપાડી જતા હોય છે. જંગલ ખાતાના આધિકારીના જણાવ્યા મુજબ જંગલમાં કપાતા લાકડા કે વરસાદી હોનારતમાં પડી ગયેલા વૃક્ષોને જંગલ ખાતું લઇ જતું નથી ને જંગલમાં જ પડ્યા રાખવા માટેના નિર્ણય કરાયા હોવાનું જણાવ્યું છે.

દરવર્ષે હજારો વૃક્ષોનુ વાવતેર જંગલમાં કરાય છે જો તેની સંપૂર્ણ પણે સારસંભાળ લેવાઈ હોત તો આજે આ ભેંકાર ભાસતા જંગલો માત્ર ડુંગરાજ દેખાઈ રહ્યા છે તે ના દેખાત ને હાલના જંગલ જોતા પર્યાવરણની કચાસ રહી હોય તેમ લાગી રહ્યું છે.