બનાસકાંઠાઃ પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ આ 3 ગામોની પસંદગી કરાઇ

અટલ સમાચાર, પાલનપુર પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના ત્રણ ગામોની પસંદગી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિની ૫૦ ટકાથી વધુ વસ્તી ધરાવતા વડગામ તાલુકાના બાદરપુરા, વાવ તાલુકાના જોરડીયાલી અને થરાદ તાલુકાના ચુડમેર ગામમાં વિશેષ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ ગામોને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવામાં આવશે. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પાલનપુર ખાતે જિલ્લા વિકાસ
 
બનાસકાંઠાઃ પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ આ 3 ગામોની પસંદગી કરાઇ

અટલ સમાચાર, પાલનપુર

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના ત્રણ ગામોની પસંદગી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિની ૫૦ ટકાથી વધુ વસ્તી ધરાવતા વડગામ તાલુકાના બાદરપુરા, વાવ તાલુકાના જોરડીયાલી અને થરાદ તાલુકાના ચુડમેર ગામમાં વિશેષ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ ગામોને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવામાં આવશે. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં આ ત્રણ ગામોમાં પીવાના પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, સામાજિક સુરક્ષા, ગ્રામીણ માર્ગો અને ગૃહ નિર્માણ, વીજળી અને સ્વચ્છ બળતણ, કૃષિ પધ્ધતિ વગેરે, નાણાંકીય બાબતો, ડીઝીટાઇઝેશન તથા રોજગાર અને કુશળતા વિકાસ પર કરવામાં આવનાર કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાના સભ્ય સચિવ અને અ. જા. કલ્યાણ ખાતાના નાયબ નિયામક એચ. આર. પરમારે યોજનાની માહિતી આપતાં જણાવ્યું કે, આ યોજના હેઠળ ગામના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરાયેલ ગામને ગામદીઠ રૂ. ૨૧ લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. જેમાંથી રૂ. ૨૦ લાખ અધૂરા કામોના વિકાસ માટે અને રૂ. ૧ લાખની રકમ વહીવટી ખર્ચ માટે વાપરવામાં આવશે. તેમણે કહ્યું કે, જે ગામ દ્વારા સમયમર્યાદામાં કામ પુરૂ કરવામાં આવશે તેવા ગામોને બીજા તબક્કામાં રૂ. ૧૦ લાખ વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે.

બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, જિલ્લા ખેતીવાડી અધિકારી પી.કે.પટેલ, પાણી પુરવઠાના અધિકારી પટેલ, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મુકેશભાઇ ચાવડા સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ, સરપંચઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.