બનાસકાંઠાઃ કયા ગામમાં સતત પાંચ દિવસ યોજાય છે અશ્વદોડ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક બનાસકાંઠાના જિલ્લામાં બુકોલી ગામમાં કોટિયાવીરનું મંદિર આવેલું છે. ગામમાં આવેલા કોટડિયાવીર દાદા પ્રત્યેની આસ્થા સાથે ગામનાં લોકો પાંચ દિવસ દરમિયાન ઘોડાની રેસ લગાવે છે. જેમાં બુકોલી સહિત આસપાસના ઘોડેસવારો આવતાં હોય છે. અંદાજે 100થી વધારે ઘોડેસવાર સામેલ થાય છે. આ કોઇ સ્પર્ધા માટે નહી પરંતુ કોટડિયાવીરની આસ્થા અને ભક્તિની પરંપરાના કારણે ઉત્સવ
 
બનાસકાંઠાઃ કયા ગામમાં સતત પાંચ દિવસ યોજાય છે અશ્વદોડ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠાના જિલ્લામાં બુકોલી ગામમાં કોટિયાવીરનું મંદિર આવેલું છે. ગામમાં આવેલા કોટડિયાવીર દાદા પ્રત્યેની આસ્થા સાથે ગામનાં લોકો પાંચ દિવસ દરમિયાન ઘોડાની રેસ લગાવે છે. જેમાં બુકોલી સહિત આસપાસના ઘોડેસવારો આવતાં હોય છે. અંદાજે 100થી વધારે ઘોડેસવાર સામેલ થાય છે. આ કોઇ સ્પર્ધા માટે નહી પરંતુ કોટડિયાવીરની આસ્થા અને ભક્તિની પરંપરાના કારણે ઉત્સવ ઊજવાય છે.

બનાસકાંઠાના જિલ્લામાં બુકોલી ગામમાં દિવાળીના પાંચ દિવસના પરબલામાં ઘોડા દોડાવીને દિપોત્સવ મનાવવામાં આવે છે. આ રાજ્યનું એકમાત્ર એવુ ગામ છે જ્યાં સળંગ પાંચ દિવસ અશ્વ દોડ થાય છે. અહીં કોઈ સ્પર્ધા નથી થતી પરંતુ ધાર્મિક પરંપરાના ભાગરૂપે ધનતેરસથી ભાઈબીજ સુધી આ ઉત્વસનું આયોજન કરવામાં આવે છે. દરમિયાન બુકોલી સહિત આસપાસના લોકો ઘોડા દોડાવવા માટે આવે છે.

એવી લોકવાયકા છે કે કોટડિયાવીર દાદા ગૌચરમાં ચરતી ગાયોની વહારે આવ્યા હતા અને તેમને ઘોડાઓનો શોખ હતો. વર્ષો પહેલાં ગામના નાગરિકોને રાત્રે ઘોડાઓનાં પગલાંનો અવાજ સંભળાયો હતો. ગામજનો દાદા પાસે ગયા અને દાદાને કહ્યું કે આપને ઘોડાનો શોખ છે તો ગામલોકો ઘોડા દોડાવશે. બસ, ત્યાર પછી ગામમાં ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી ઘોડા દોડાવવામાં આવે છે.

બુકોલી ગામની આસપાસ આવેલાં ગામોમાંથી પણ ઘોડેસવારો તેમનાં ઘોડા-ઘોડી લઈને બુકોલી ગામમાં આવી પહોંચે છે અને કોટડિયાવીર દાદા પ્રત્યેની આસ્થાને પગલે તેમના ઘોડા દોડાવે છે. જેમાં કેટલાક ઘોડેસવાર દોડતા ઘોડા પર ઊભા થવાના કરતબ પણ કરતાં હોય છે. ગામમાં લગભગ 60 જેટલાં ઘોડા-ઘોડી છે તેમ જ આસપાસનાં ગામના બીજા 20થી 25 ઘોડેસવારો પણ ગામમાં યોજાતી ઘોડાદોડમાં જોડાય છે.