સૌંદર્ય@બનાસકાંઠા: ફાગણ આવતાં જ અરવલ્લીની ગિરિમાળાઓમાં કેસુડો સોળે કળાએ ખીલ્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં વિશ્વની સૌથી પ્રાચીન અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. આ ગિરિમાળાઓમાં સૌથી વધુ વૃક્ષો પૈકી એક ખાખરાના વૃક્ષની સંખ્યા છે. ફાગણ માસમાં દર વર્ષે ખાખરાના વૃક્ષ પર કેસુડાના ફૂલ આવે છે. આ વર્ષે પણ ફાગણ માસમાં કેસુડાના ફૂલના કારણે બનાસકાંઠાનો વન વિસ્તારે કેસરી સ્વરૂપ ધારણ કર્યું છે. બાલારામ જેસોર અને
 
સૌંદર્ય@બનાસકાંઠા: ફાગણ આવતાં જ અરવલ્લીની ગિરિમાળાઓમાં કેસુડો સોળે કળાએ ખીલ્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં વિશ્વની સૌથી પ્રાચીન અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. આ ગિરિમાળાઓમાં સૌથી વધુ વૃક્ષો પૈકી એક ખાખરાના વૃક્ષની સંખ્યા છે. ફાગણ માસમાં દર વર્ષે ખાખરાના વૃક્ષ પર કેસુડાના ફૂલ આવે છે. આ વર્ષે પણ ફાગણ માસમાં કેસુડાના ફૂલના કારણે બનાસકાંઠાનો વન વિસ્તારે કેસરી સ્વરૂપ ધારણ કર્યું છે. બાલારામ જેસોર અને અંબાજી વન્યજીવ અભ્યારણ વિસ્તારમાં કેસુડો સોળે કળાએ ખીલ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાના જંગલોમાં કેસૂડાના ફૂલો ત્રણ પ્રકારના દેખાય છે. કેસરી, રાતા અને પીળા. આ ત્રણ રંગના ફૂલનું અલગ અલગ મહત્વ છે. જેમાં સૌથી વધુ કેસરી રંગના કેસૂડા વધુ પ્રમાણમાં છે, જ્યારે પીળા રંગના કેસૂડાના ફૂલો ખૂબ ઓછા પ્રમાણમાં દેખાય છે. કેસૂડાના ફૂલને “પલાશ” પુષ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૌંદર્ય@બનાસકાંઠા: ફાગણ આવતાં જ અરવલ્લીની ગિરિમાળાઓમાં કેસુડો સોળે કળાએ ખીલ્યો
File Photo

નોંધનિય છે કે, આદિવાસી સમાજ દ્રારા પહેલાં કેસૂડાના રંગનો ધૂળેટીમાં ઉપયોગ કરવામાં આવતો હતો. ફાગણ માસમાં રંગોનો પર્વ હોળી-ધુળેટીનો તહેવાર આવે છે. વર્ષો પહેલા જ્યારે કેમિકલયુક્ત રંગનું સામ્રાજ્ય સમાજ પર ન હતું. ત્યારે આદિવાસી લોકો કેસુડાના ફુલ પાણીમાં પલાળી તેનો રંગ તરીકે ઉપયોગ કરતા હતા. હોળી દરમ્યાન આદિવાસી સમાજમાં થતા ગેર નૃત્યમાં આદિવાસી લોકો કેસુડાના ફુલ થકી તૈયાર કરેલા રંગ લગાડી હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરતા હતા.

કેસૂડાના ફૂલોનું મહત્વ

  1. ઉનાળા દરમ્યાન સ્ત્રીઓમાં હાથ પગની બળતરા માટીના પાત્રમાં કેસૂડાના ફૂલો પલાળી તેનો રસ પીવાથી બળતરાની સમસ્યા દૂર થાય છે.
  2. કેસૂડાના ફૂલને પાણીમાં પલાળી બાળકોને સ્નાન કરાવવાથી ઉનાળામાં થતી અળાઈ (ઘમોરિયા) દૂર થાય છે.
  3. કેસૂડાના ફૂલને પાણીમાં પલાળી બાળકોને સ્નાન કરાવવાથી ઉનાળામાં લૂ લાગતી નથી.
  4. પિત્તળના પાત્રમાં કેસૂડાના ફૂલ પલાળી સવારે વહેલા પીવાથી પેશાબની બળતરા અને અન્ય રોગો દૂર થાય છે.