બેચરાજી: માર્ગ રીપેરની કામગીરીમાં લાલિયાવાડી, થિંગડા પણ અધુરા

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર) યાત્રાધામ બેચરાજીથી ચંદ્રોડા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ગત અઠવાડીયે જ માર્ગ મકાન વિભાગે થીંગડા મારવાનુ શરૂ કર્યુ હતુ. જોકે અગમ્ય કારણોસર થીંગડા મારવાનુ કામ અધવચ્ચે છોડી દેવાતા ચર્ચાનો વિષય બન્યો છે. માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્રારા વારંવાર માર્ગ રીપેરીંગના કામમાં લાલિયાવાડી બહાર આવતી હોય છે.
 
બેચરાજી: માર્ગ રીપેરની કામગીરીમાં લાલિયાવાડી, થિંગડા પણ અધુરા

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)

યાત્રાધામ બેચરાજીથી ચંદ્રોડા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ગત અઠવાડીયે જ માર્ગ મકાન વિભાગે થીંગડા મારવાનુ શરૂ કર્યુ હતુ. જોકે અગમ્ય કારણોસર થીંગડા મારવાનુ કામ અધવચ્ચે છોડી દેવાતા ચર્ચાનો વિષય બન્યો છે. માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્રારા વારંવાર માર્ગ રીપેરીંગના કામમાં લાલિયાવાડી બહાર આવતી હોય છે.

બેચરાજી: માર્ગ રીપેરની કામગીરીમાં લાલિયાવાડી, થિંગડા પણ અધુરા

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજીથી ચંદ્રોડા સુધી માર્ગ અત્યંત બિસ્માર હોવાનુ સામે આવ્યુ છે. બેચરાજીમાં વર્ષે-દહાડે હજારો યાત્રાળુઓ આવતા હોય છે. બિસ્માર માર્ગને લઇ યાત્રાળુઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્રારા માર્ગની મરામતનું કામકાજ અઠવાડીયા પહેલા શરૂ કરવામાં આવ્યુ હતુ. પરંતુ કોઇ કારણસર તે કામ વચ્ચે અટકી પડતા અનેક તર્ક-વિર્તકો સર્જાયા છે.

બેચરાજી: માર્ગ રીપેરની કામગીરીમાં લાલિયાવાડી, થિંગડા પણ અધુરા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ અગાઉ માર્ગ મકાન વિભાગે બેચરાજીથી ચંદ્રોડા સુધી થિંગડા મારવાનુ કામ શરૂ કર્યુ હતુ. પરંતુ થિંગડા મારવાનુ કામ પણ અધુરૂ છોડી દેવાતા સ્થાનિકો અને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.