બેચરાજી: સિવિલને મારૂતિ સુઝકી ફાઉન્ડેશને 25 લાખના મેડિકલ ઈકવિપમેન્ટ આપ્યા

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજીના સામુહિક આરોગ્ય કેન્દ્રને મેડીકલ સેવા, સર્જીકલ અને ડીલીવરી રૂમને અદ્યતન સેવા મળે તે માટે ઉપયોગી સાધનો મારૂતિ સુઝકી ફાઉન્ડેશન ઘ્વારા સોમવારે આપવામાં આવ્યા. આ પ્રસંગે અધિક્ષક ડો.એન.જે.પરીખ, ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત ડોકટરોની ટીમ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયો હતો. અધિક્ષક ડૉ. એન.જે.પરીખના અથાગ પ્રયત્નથી મારૂતિ સુઝકી ફાઉન્ડેશન
 
બેચરાજી: સિવિલને મારૂતિ સુઝકી ફાઉન્ડેશને 25 લાખના મેડિકલ ઈકવિપમેન્ટ આપ્યા

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજીના સામુહિક આરોગ્ય કેન્દ્રને મેડીકલ સેવા, સર્જીકલ અને ડીલીવરી રૂમને અદ્યતન સેવા મળે તે માટે ઉપયોગી સાધનો મારૂતિ સુઝકી ફાઉન્ડેશન ઘ્વારા સોમવારે આપવામાં આવ્યા. આ પ્રસંગે અધિક્ષક ડો.એન.જે.પરીખ, ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત ડોકટરોની ટીમ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયો હતો.

અધિક્ષક ડૉ. એન.જે.પરીખના અથાગ પ્રયત્નથી મારૂતિ સુઝકી ફાઉન્ડેશન તરફથી બેચરાજી સામુહીક આરોગ્ય કેન્દ્રને મેડિકલ,સર્જીકલ તથા ડિલિવરી રૂમને અદ્યતન સેવા મળે તે માટે ઉપયોગી સાધનો આપવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલ સ્ટાફ, ડોક્ટર સ્ટાફ, મારુતિ સઝુકીના ચેરમેન ખંડેલવાલ તથા તેમનો સ્ટાફ, ધારાસભ્ય ભરતજી ઠાકોર,(આર.કે.એસ.સભ્ય) તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહયા હતા.