બેફામ@ખેડબ્રહ્મા: 4 કરોડના બસ સ્ટેન્ડમાં ભયંકર ભૂલ, ગામોના નામમાં વેઠ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા શહેરમાં આવતીકાલે નવિન બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન થાય તે પહેલા બેદરકારીનો નમુનો સામે આવ્યો છે. 4 કરોડના બસ સ્ટેન્ડમાં લગાવેલ બોર્ડ એસટી તંત્રની સાક્ષરતા સામે સવાલો ઉભા કરી રહ્યા છે. ગામોના નામ અને કચેરીઓના બોર્ડમાં ભયંકર વેઠ ઉતારી હોઇ હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થઇ છે. 26મી જાન્યુઆરીએ મંત્રીના હસ્તે શુભારંભ થાય
 
બેફામ@ખેડબ્રહ્મા: 4 કરોડના બસ સ્ટેન્ડમાં ભયંકર ભૂલ, ગામોના નામમાં વેઠ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા શહેરમાં આવતીકાલે નવિન બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન થાય તે પહેલા બેદરકારીનો નમુનો સામે આવ્યો છે. 4 કરોડના બસ સ્ટેન્ડમાં લગાવેલ બોર્ડ એસટી તંત્રની સાક્ષરતા સામે સવાલો ઉભા કરી રહ્યા છે. ગામોના નામ અને કચેરીઓના બોર્ડમાં ભયંકર વેઠ ઉતારી હોઇ હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થઇ છે. 26મી જાન્યુઆરીએ મંત્રીના હસ્તે શુભારંભ થાય તે પહેલા સામે આવેલા દ્રશ્યો અને વિડીયો ગુજરાતી લખવામાં બેદરકારી દાખવી હોવાનું જણાઇ આવે છે.

બેફામ@ખેડબ્રહ્મા: 4 કરોડના બસ સ્ટેન્ડમાં ભયંકર ભૂલ, ગામોના નામમાં વેઠ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બેફામ@ખેડબ્રહ્મા: 4 કરોડના બસ સ્ટેન્ડમાં ભયંકર ભૂલ, ગામોના નામમાં વેઠ

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરની વર્ષો જૂની નવિન બસ સ્ટેન્ડની માંગ સંતોષાઇ છે. જેને શુભારંભના ગણતરીના કલાકો બાકી છે ત્યારે કામગીરીમાં વેઠ ઉતારી હોવાનું બહાર આવ્યુ છે. સરેરાશ 4.15 કરોડના ખર્ચે બનાવેલ નવિન બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. વહીવટી ઓફીસની જગ્યાએ આફીસ લખેલુ છે. તો મુસાફરોને વાંચવાના બોર્ડમાં પણ ગંભીર બેદરકારી કરી છે. જેમાં 5 નંબરના બોર્ડમાં રાધીવાડની જગ્યાએ રાણીવાડ લખેલુ છે. તો 5 નંબરના બોર્ડમાં ગંઠોળીની જગ્યાએ ગંઢાળીલખેલુ છે. આ સાથે મેધની જગ્યાએ મેઢ લખેલુ હોવાથી ગામોના નામોમાં મોટી ઉથલપાથલ મચાવી દીધી છે.

બેફામ@ખેડબ્રહ્મા: 4 કરોડના બસ સ્ટેન્ડમાં ભયંકર ભૂલ, ગામોના નામમાં વેઠ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, એસ.ટી.તંત્રની ચોક્કસાઇ વિના જ બોર્ડ લગાવવાની કામગીરીથી જવાબદારોની ભુમિકા શંકાસ્પદ બની છે. લખાણ લખનાર અને તેને ચેક કરનાર બંનેની સાક્ષરતા મુસાફરો અને જનતા વચ્ચે ઉઘાડી પડી છે. ત્રણેય ગામે જતાં અર્ઘસાક્ષર મુસાફરોને પોતાના ગામનું બોર્ડ શોધવુ મથામણનો વિષય બને તેમ છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતી માતૃભાષા હોવા છતાં જવાબદાર એસટી તંત્રની ભૂલને પગલે જો સુધારો ન થાય તો આવતીકાલથી મુસાફરો ગેરમાર્ગે દોરાવાની પરિસ્થિતિ ઉભી થઇ છે.