બેફામ@નર્મદા: કૂવો તૂટતાં પાણીનો બંબો છૂટ્યો, જાણે નદીનું વહેણ બન્યું

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) સુઈગામ તાલુકામાં કેનાલના કૂવા ફાટી જતાં હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. ખેડૂતોએ નર્મદાના અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપથી હડકંપ મચી ગયો છે. પહેલા કમોસમી વરસાદ બાદ તીડના ત્રાસથી ત્રસ્ત થયેલા ખેડૂતોને નર્મદાનું પાણી પણ ન મળતા પંથકના ખેડૂત ચિંતિત બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના
 
બેફામ@નર્મદા: કૂવો તૂટતાં પાણીનો બંબો છૂટ્યો, જાણે નદીનું વહેણ બન્યું

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

સુઈગામ તાલુકામાં કેનાલના કૂવા ફાટી જતાં હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. ખેડૂતોએ નર્મદાના અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપથી હડકંપ મચી ગયો છે. પહેલા કમોસમી વરસાદ બાદ તીડના ત્રાસથી ત્રસ્ત થયેલા ખેડૂતોને નર્મદાનું પાણી પણ ન મળતા પંથકના ખેડૂત ચિંતિત બન્યા છે.

બેફામ@નર્મદા: કૂવો તૂટતાં પાણીનો બંબો છૂટ્યો, જાણે નદીનું વહેણ બન્યું

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પંથકના હરસડ નવાપુરા ગામની ખારિમાં કેનાલના કૂવો ફાટી જતા પાણીનો વ્યય થઈ થયો છે. જેને લઇ પંથકનો ખેડૂત ચિંતિત બન્યો છે. તો બીજી તરફ ખેડૂતોએ આ બાબતે નર્મદાના અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ કરવાથી નહિ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બેફામ@નર્મદા: કૂવો તૂટતાં પાણીનો બંબો છૂટ્યો, જાણે નદીનું વહેણ બન્યું

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુઈગામ પંથકના ખેડૂતોનો પહેલા કમોસમી વરસાદ ત્યારબાદ તીડના ત્રાસથી તેમનો પાક નિષ્ફળ ગયો હતો. જોકે હવે ખેડૂતોને રવી સીઝનમાં પાક માટે પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં વારંવાર કેનાલોમાં ગાબડાં પાડવાથી ખેડૂતો નારાજ બન્યા છે.