બેફામ@રાધનપુર: ટીડીઓ ચેમ્બરમાં એસી યથાવત, સુવિધા સામે આદેશની હાર

અટલ સમાચાર, પાટણ રાધનપુર તાલુકા પંચાયતના ટીડીઓ ફરી એકવાર સવાલો વચ્ચે આવ્યા છે. વિકાસ કમિશ્નરના પરિપત્રનો અમલ અધ્ધરતાલ બની ગયો છે. ટીડીઓ ચેમ્બરમાં એસી હજુપણ યથાવત હોવાથી સુવિધા સામે આદેશની હાર થઈ હોવાની સ્થિતિ બની છે. વાવ બાદ રાધનપુરમાં પણ ટીડીઓ સોલંકીની ભૂમિકા મંથન કરાવી રહી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
બેફામ@રાધનપુર: ટીડીઓ ચેમ્બરમાં એસી યથાવત, સુવિધા સામે આદેશની હાર

અટલ સમાચાર, પાટણ

રાધનપુર તાલુકા પંચાયતના ટીડીઓ ફરી એકવાર સવાલો વચ્ચે આવ્યા છે. વિકાસ કમિશ્નરના પરિપત્રનો અમલ અધ્ધરતાલ બની ગયો છે. ટીડીઓ ચેમ્બરમાં એસી હજુપણ યથાવત હોવાથી સુવિધા સામે આદેશની હાર થઈ હોવાની સ્થિતિ બની છે. વાવ બાદ રાધનપુરમાં પણ ટીડીઓ સોલંકીની ભૂમિકા મંથન કરાવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બેફામ@રાધનપુર: ટીડીઓ ચેમ્બરમાં એસી યથાવત, સુવિધા સામે આદેશની હાર

પાટણ જિલ્લાની રાધનપુર તાલુકા પંચાયત હવે રાજકીય ગતિવિધિને બદલે વહીવટી બાબતે મિડીયામાં સ્થાન મેળવી રહી છે. ગત દિવસોએ રાજ્ય વિકાસ કમિશ્નરે પરિપત્ર કરી તાબા હેઠળની કચેરીઓમાંથી એરકંડિશનર દૂર કરવા આદેશ કર્યો હતો. આ પછી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીએ પણ આદેશનો અમલ કરાવવા દોડધામ કરી હતી. જોકે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયતની ટીડીઓ ચેમ્બરમાં એસી હજુપણ યથાવત છે. આવી સ્થિતિમાં સુવિધા માટે આદેશનો અમલ સાઈડલાઈન થઈ ગયો છે.

બેફામ@રાધનપુર: ટીડીઓ ચેમ્બરમાં એસી યથાવત, સુવિધા સામે આદેશની હાર

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર ટીડીઓ ભૂપેન્દ્ર સોલંકી કથિત ભ્રષ્ટાચારની રજૂઆત બાદ ફરીથી સવાલો વચ્ચે આવી ગયા છે. પરિપત્ર સંદર્ભે શું જિલ્લા વિકાસ અધિકારીએ એસી દૂર કરાવવા કડક સુચના આપી હશે ? સુચનાનો અમલ તપાસવામાં આવ્યો હશે ? એસી દૂર કરી હોવાનું લેખિત આપ્યું હશે ? જો ના તો પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હશે ? એસી દૂર કર્યાનું ક્રોસ ચેકીંગ થયું હશે ? આ તમામ સવાલો વહીવટી સત્તાધીશો અને નાગરિકો માટે અત્યંત મહત્વના છે.