ફાયદો@ઈન્સ્યોરન્સઃ વીમા પોલિસી લેનારાઓને આ તારીખ પછી વધુ લાભ થશે

અટલ સમાચાર, ડેસ્ક જો તમે જીવન વિમા પોલિસી લેવાનું આયોજન કરી રહ્યા હો તો તમારા માટે એક સારા સમાચાર છે. પહેલી ડીસેમ્બર અથવા ત્યાર પછી વીમા પોલિસી લેનારને મેચ્યોરીટી સમયે હાલની પોલિસીની સરખામણીમાં ડબલ રકમ મળી શકશે. સાથે જ ઓછા સમયમાં સરેન્ડર અને કોઇ પણ કંપની પાસેથી એન્યુટી ખરીદવા સહિતના કેટલાય વિકલ્પ મળશે. વીમા નિયામક
 
ફાયદો@ઈન્સ્યોરન્સઃ વીમા પોલિસી લેનારાઓને આ તારીખ પછી વધુ લાભ થશે

અટલ સમાચાર, ડેસ્ક

જો તમે જીવન વિમા પોલિસી લેવાનું આયોજન કરી રહ્યા હો તો તમારા માટે એક સારા સમાચાર છે. પહેલી ડીસેમ્બર અથવા ત્યાર પછી વીમા પોલિસી લેનારને મેચ્યોરીટી સમયે હાલની પોલિસીની સરખામણીમાં ડબલ રકમ મળી શકશે. સાથે જ ઓછા સમયમાં સરેન્ડર અને કોઇ પણ કંપની પાસેથી એન્યુટી ખરીદવા સહિતના કેટલાય વિકલ્પ મળશે. વીમા નિયામક ઇરડાએ આ અંગેના દિશા નિર્દેશો આપી દીધા છે. જોકે 30 નવેમ્બર સુધીમાં લેવાયેલી પોલિસીને આની અસર નહીં પડે. જૂની વીમા પોલીસીનું પ્રિમીયમ અને લાભ જેમના તેમ રહેશે. ઇરડાએ કહ્યું છે કે જે ઉત્પાદનોને નવા નિયમો હેઠળ પરિવર્તિતિ નહી કરી શકાય તેમને 30 નવેમ્બર સુધીમાં પાછા લઇ શકાશે. વીમા કંપનીઓ જે ઉત્પાદનોને પાછા લઇ રહી છે તેમને 29 ફેબ્રુઆરી 2020 સુધીમાં પરિવર્તિત કરી શકાય છે. ઘણીવાર ખોટી માહિતી આપીને વેચવામાં આવેલી પોલિસીના કારણે વીમાધારક તેને વચ્ચેથી બંધ કરી દે છે.

આ પરિસ્થિતી જોતા ઇરડાએ વીમા પ્રિમીયમને પાંચ વર્ષ પછી 50 ઘટાડવાની જોગવાઇ કરી છે. સાથે જ સરેન્ડર વેલ્યુ પણ વધારે મળશે. પોલિસી 2 વર્ષ પછી સરેન્ડર કરી શકાશે જે અત્યારના નિયમ મુજબ ત્રણ વર્ષે થઇ શકે છે. વિમા સાથે જોડાયેલા પેન્શન પ્લાનમાં અત્યારે મેચ્યોરીટી પહેલા રકમ ઉપાડવાની છુટ નથી. ઇરડાના નવા દિશા નિર્દેશો અનુસાર હવે પેન્શન પ્લાનમાં શિક્ષણ અથવા ગંભીર બિમારી પર ખર્ચ માટે 25 ટકા રકમ ઉપાડી શકાશે. પેન્શન પ્લાન લીધાના 5 વર્ષ પછી ગ્રાહકને આ સુવિધા મળશે. યૂનિક લીંકડ પ્લાનમાં હાલના નિયમો અનુસાર લઘુત્તમ ફીકસ રિટર્ન આપવું ફરજીયાત છે. નવા નિયમો હેઠળ ઇરડાએ ફેરફાર કરીને યુલીપમાં ફીકસ રીટર્ન અને નક્કી કર્યા વગરનું રિટર્ન એમ બે વિકલ્પ આપવાનું કહ્યું છે.