શ્રેષ્ઠ@સિધ્ધપુર: બિનવારસી બેગ જોઇ કંડક્ટરે તપાસી, 5 લાખ રોકડા મૂળ વ્યક્તિને આપ્યાં

અટલ સમાચાર,સિધ્ધપુર (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે સિધ્ધપુરમા બસના કંડક્ટરે મુસાફરની 5 લાખ ભરેલી બેગ મૂળ માલિકને પરત આપી સરાહનિય કાર્ય કર્યુ છે. સિદ્ધપુર-વાપી-પાલનપુર બસ વાપી એસ.ટી ડેપોમાંથી ઉપડ્યા બાદ એક મુસાફર બેભાન બનતાં તેને સારવાર અર્થે મોકલી આપ્યો હતો. આ તરય કંડક્ટરે મુસાફરની બેગ સિધ્ધપુર ડેપોમાં જમા કરાવી હતી. જે બાદમાં બેગમાંથી નંબર મેળવી
 
શ્રેષ્ઠ@સિધ્ધપુર: બિનવારસી બેગ જોઇ કંડક્ટરે તપાસી, 5 લાખ રોકડા મૂળ વ્યક્તિને આપ્યાં

અટલ સમાચાર,સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે સિધ્ધપુરમા બસના કંડક્ટરે મુસાફરની 5 લાખ ભરેલી બેગ મૂળ માલિકને પરત આપી સરાહનિય કાર્ય કર્યુ છે. સિદ્ધપુર-વાપી-પાલનપુર બસ વાપી એસ.ટી ડેપોમાંથી ઉપડ્યા બાદ એક મુસાફર બેભાન બનતાં તેને સારવાર અર્થે મોકલી આપ્યો હતો. આ તરય કંડક્ટરે મુસાફરની બેગ સિધ્ધપુર ડેપોમાં જમા કરાવી હતી. જે બાદમાં બેગમાંથી નંબર મેળવી સંપર્ક કરતાં મુસાફરના ભાઇએ ફોન ઉપાડ્યો હતો. જે બાદમાં મુસાફરના ભાઇએ સિધ્ધપુર ડેપોમાં આવી ડ્રાઇવર-કંડક્ટર સહિતનાનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ કંડક્ટરે માનવતા દાખવી 5 લાખ ભરેલી બેગ મૂળ માલિકને પરત આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુર ડેપોના કંડક્ટર અશ્વિનભાઈ પ્રજાપતિ સિદ્ધપુર-વાપી-પાલનપુર બસ લઇ વાપીથી નિકળ્યા હતા. વાપી એસ.ટી ડેપોમાંથી ગત રોજ તેના નિયત સમયે ઉપડેલ અને પાલનપુર જતા જેમાં સુરત ડેપોથી બસમાં બેસેલ મુસાફર ચંપકલાલ અમુલખ સંઘવી અમદાવાદ સુધીની મુસાફરી કરવા બેઠા હતા. અમદાવાદ આવતા બસના કંડકટરે બસના મુસાફરોને ઉતારવા કહેલ તે અરસામાં ચંપકલાલ બસની સીટમાં સુતા હોય તેવું જણાતા તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરવા છતાં ના ઉઠતા કંઈક અજુગતું થયાનો અણસાર પામી બસના અન્ય પેસેન્જરોને સાથે રાખી બેભાન અવસ્થામાં રહેલા ચંપકલાલને રાણીપ ડેપોના સિક્યુરિટી ગાર્ડ્સને સાથે રાખી 108 મારફતે અમદાવાદ સિવિલ ખાતે સારવાર અર્થે મોકલી બસને ત્યાંથી રવાના કરી હતી. બાદમાં પાલનપુર આવતા બધા મુસાફરો ઉતરી જતા બસના છજા માં એક બિનવારસી બેગ દેખાતા કંડક્ટરે પોતાના કબ્જામાં લીધેલ હતી બાદમાં સિદ્ધપુર ડેપોમાં આવી જમા કરાવી હતી.

શ્રેષ્ઠ@સિધ્ધપુર: બિનવારસી બેગ જોઇ કંડક્ટરે તપાસી, 5 લાખ રોકડા મૂળ વ્યક્તિને આપ્યાં

સમગ્ર મામલે સિદ્ધપુર ડેપો મેનેજર એન.કે.ચૌધરી, ટી.આઈ. મુરાદભાઈ, જે.એ. ભગવતીબેન તેમજ એ.ટી.આઈ ડી.એસ.પંડ્યા સહિતનાઓને આ વિગત જણાવતા તેઓએ બધાને સાથે રાખી બેગ ખોલતા ચકિત થઈ ગયા હતા. કેમકે તે બેગમાં 2000ના દરની નોટોના બંડલમાં પડેલા 5 લાખ રૂપિયા રોકડા 4 ચેકો તેમજ અરવિંદ ટ્રેડિંગ કુ. અમદાવાદના નામની પાવતીબુક સહિતનું સાહિત્ય જોવા મળ્યું હતું. આથી તેના આધારે પાર્ટીનો ફોન ઉપર સંપર્ક કરતા મુસાફર ચંપકભાઈના ભાઈ મનસુખભાઈએ ફોન ઉપાડેલ અને ગદગદિત અવાજે પોતાના ભાઈની જિંદગી બચાવવા બદલ એસટીના ડ્રાઇવર-કંડક્ટર સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રેષ્ઠ@સિધ્ધપુર: બિનવારસી બેગ જોઇ કંડક્ટરે તપાસી, 5 લાખ રોકડા મૂળ વ્યક્તિને આપ્યાં

આ તરફ મનસુખભાઈને સિદ્ધપુર ડેપોના ટી.આઈ મુરાદભાઈએ જણાવેલ કે, તમારા ભાઈની બિનવારસી એક બેગ અહીં જમા કરાવવામાં આવેલ છે જે ઓળખાણ આપી લઇ જશો. આથી મનસુખભાઇ તેમજ રમેશભાઈ બંને અમદાવાદથી સિદ્ધપુર ડેપોમા આવી બેગનો કબ્જો મેળવ્યો હતો તેમજ બેગમાં પડેલા રૂપિયા 5 લાખ સહીત અન્ય સાધનિક કાગળો હેમખેમ પરત મેળવી એસટી વિભાગનો તેમાંય ખાસકારી અશ્વિનભાઈ પ્રજાપતિનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે બક્ષિસરૂપે 7 હાજર રૂપિયા આગ્રહવશ થઇ કંડકટરને આપ્યા હતા. આમ કોરોના મહામારી વચ્ચે એક કંડકટરે પોતાની ફરજ જે ઈમાનદારીથી અદાકરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તે પ્રશંસનીય લેખવી શકાય. આ પ્રસંગે ડેપો ખાતે કર્મચારી મંડળના લક્ષ્મણ સિંહ રાજપૂત, રિયાઝભાઈ કુરેશી, મકબુલભાઈ પઠાણ, બી.એમ એસ.ના જગદીશ ભાઈ પટેલ, સંજયભાઈ વૈષ્ણવ, મજુર મહાજનના દિનેશભાઇ પરમાર તેમજ ડ્રાઇવર-કંડકટર મિત્રો હાજર રહ્યા હતા.