ભાભરઃ ગાયત્રી ગર્લ્સ હાઇસકૂલમાં 8માં વાર્ષિકોત્સવ યોજાયો

અટલ સમાચાર સુઇગામ (દશરથ ઠાકોર) સદ્દગુરૂ વિચાર વિકાસ ટ્રસ્ટ ભાભર સંચાલિત ગાયત્રી ગર્લ્સ હાઇસકૂલ ભાભરમાં આઠમાં વાર્ષિકોત્સવ તેમજ ધોરણ -10 તથા ધોરણ-12 નો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં સૌપ્રથમ મહેમાનો દ્રારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 90 જેટલી વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં મુખ્ય
 
ભાભરઃ ગાયત્રી ગર્લ્સ હાઇસકૂલમાં 8માં વાર્ષિકોત્સવ યોજાયો

અટલ સમાચાર સુઇગામ (દશરથ ઠાકોર)

સદ્દગુરૂ વિચાર વિકાસ ટ્રસ્ટ ભાભર સંચાલિત ગાયત્રી ગર્લ્સ હાઇસકૂલ ભાભરમાં આઠમાં વાર્ષિકોત્સવ તેમજ ધોરણ -10 તથા ધોરણ-12 નો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં સૌપ્રથમ મહેમાનો દ્રારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 90 જેટલી વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાની ગાયત્રી ગર્લ્સ હાઇસકૂલમાં માર્ચ-2019માં ધોરણ-10માં શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર ઠાકોર જીનાબેન તેજાજી અસાણા તથા ધોરણ 12 માં પ્રથમ ક્રમ મેળવનાર ઠાકોર અલ્કાબેન ભાવાજી અસલાને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવી હતી. વિશેષ સિધ્ધિમાં 200 મીટર દોડમાં રાઠોડ નીતાબેન રામાજી રાજ્ય કક્ષાએ ભાગ લેવા બદલ મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવી હતી.

ભાભરઃ ગાયત્રી ગર્લ્સ હાઇસકૂલમાં 8માં વાર્ષિકોત્સવ યોજાયો

આ પ્રસંગે શાળાના પ્રમુખ કરસનજી રાઠોડે માર્ચ 2020માં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષામાં શાળાના તમામ વિદ્યાર્થીનીઓ સફળ થાય અને શાળા તેમજ સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગમાં સમાજના વડીલો, આગેવાનો, સામાજીક કાર્યકરો, નોકરીયાત વર્ગ, વેપારી વર્ગ, પત્રકારમિત્રો, વાલીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. શાળાના સ્ટાફે સુંદર આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય જગદીશભાઇ ઠાકોર તથા દલપતભાઇ રાઠોડે કર્ય હતું. અંતે આ કાર્યક્રમ શાન્તીથી પૂર્ણ થયો હતો.