આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠાના ભાભર તાલુકાના વડપગ મુકામે ગઢેશ્વર મહાદેવની નજીક આજથી 49 વર્ષ પહેલાં જીવંત સમાધિ લેનાર સંત જાલમગીરી બાપુના સમાધિ સ્થળે પરંપરાગત ધ્વજારોહણ નો કાર્યક્રમ યોજાયો હતો,. ઠાકોર સમાજમાં જન્મ ધારણ કરી બાલ્યકાળથી જ ભક્તિના રંગે રંગાઈ ભગવો ધારણ કરી દશનામી સંપ્રદાયમાં પોતાનું નામ ઝાલમગીરી બાપુ ધારણ કરી પોતાની ભક્તિના બળે તેઓએ ઈશ્વરનું સામીપ્ય મેળવી લઈ સંત તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા.

સંત પૂ.ઝાલમગીરી બાપુએ સંવત 2027માં અષાઢી બીજના દિવસે ભાભર તાલુકાના વડપગ ગામ નજીક ગઢેશ્વર મહાદેવના મંદિર નજીક જીવંત સમાધિ લેતાં દર વર્ષે તેમના સમાધિ સ્થળે અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે ધ્વજારોહણ કરાય છે. ત્યારે ગુરુવારે અષાઢી બીજના દિવસે જગ્યાના મહંત,સંતો ભક્તોની હાજરીમાં ઝાલમગીરી બાપુના સમાધિ સ્થળે વાજતે ગાજતે ધજા ચડાવી હતી.

આ પ્રસંગે ગુજરાત રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના યુવા પ્રદેશ અધ્યક્ષ રાજભા ઠાકોર, પ્રદેશ મંત્રી દાદુજી ઠાકોર, ભૂરાજી ઠાકોર હાજર રહ્યા હતા. આ પ્રસંગે વડપગ સરપંચ, ડેલીગેટ ગેમરજી ઠાકોર સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.આ પ્રસંગે આવનાર તમામ ભક્તો, મહેમાનો, સંતો માટે જગ્યાના મહંત દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code