ભાભર: 2.25 લાખના વિદેશી દારૂ સાથે બોલેરો પકડી પાડતી LCB બનાસકાંઠા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ. વાઘેલા તથા .એ.ચૌધરી પો.સબ.ઇન્સ. એલ.સી.બીના માર્ગદર્શન મુજબ મહેશભાઈ, કુલદીપસિંહ,પ્રકાશભાઈ, ભરતભાઇ, ધેગાજી, મિલનદાસની ટીમેં ભાભર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન બાતમી હકીકત આધારે મીઠા સીમ ત્રણ રસ્તા પાસે નંબર વગરની બોલેરો પીકપ
 
ભાભર: 2.25 લાખના વિદેશી દારૂ સાથે બોલેરો પકડી પાડતી LCB બનાસકાંઠા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ. વાઘેલા તથા .એ.ચૌધરી પો.સબ.ઇન્સ. એલ.સી.બીના માર્ગદર્શન મુજબ મહેશભાઈ, કુલદીપસિંહ,પ્રકાશભાઈ, ભરતભાઇ, ધેગાજી, મિલનદાસની ટીમેં ભાભર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

આ દરમ્યાન બાતમી હકીકત આધારે મીઠા સીમ ત્રણ રસ્તા પાસે નંબર વગરની બોલેરો પીકપ ગાડી પકડી જે ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલ નંગ-2256 કી.રૂ 2,25,600નો તથા મોબાઈલ નં-2 કી.રૂ.2500, ગાડી કિ.રૂ. 5,00,000, એમ કુલ મુદામાલ કિ.રૂ.7,28,100 મળી આવેલ તેમજ ગાડીનો ચાલક રેખારામ ઠાકરારામ જાતે,જાટ રહે.નોખરા, તા,ગુડામાલાણી,જી,બાડમેર રાજસ્થાન પકડાઈ જઇ તથા માલ ભરાવનાર મેવાભાઈ રબારી, કીશોર સારણ ગુનો કરેલ હોઈ ત્રણ ઈસમો વિરુદ્ધ ભાભર પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.