ભાભરઃ માનવતા ગ્રુપ દ્રારા વિદ્યાર્થીઓને સ્વેટર અને ધાબળાનું વિતરણ કરાયું

અટલ સમાચાર સુઇગામ (દશરથ ઠાકોર) શિયાળાની કડકડતી ઠંડીમાં ઘરવિહોણા કે ગરીબ વ્યક્તિઓ રસ્તા ઉપર રાત્રે ઓઢ્યા વગર સુતા હોય છે. આવી પરિસ્થિતીમાં જો કોઇ ધાબડો આપે તો તેનો આભાર અતિ ઘણો વધી જાય છે. આવી એક માનવતા દાખવીને ભાભર તાલુકામાં યુવાનો દ્વારા માનવતા ગ્રુપ બનાવામાં આવ્યું છે. ભાભર શહેર કે ભાભર તાલુકાના કોઈ ગામમાં દાબળા
 
ભાભરઃ માનવતા ગ્રુપ દ્રારા વિદ્યાર્થીઓને સ્વેટર અને ધાબળાનું વિતરણ કરાયું

અટલ સમાચાર સુઇગામ (દશરથ ઠાકોર)

શિયાળાની કડકડતી ઠંડીમાં ઘરવિહોણા કે ગરીબ વ્યક્તિઓ રસ્તા ઉપર રાત્રે ઓઢ્યા વગર સુતા હોય છે. આવી પરિસ્થિતીમાં જો કોઇ ધાબડો આપે તો તેનો આભાર અતિ ઘણો વધી જાય છે. આવી એક માનવતા દાખવીને ભાભર તાલુકામાં યુવાનો દ્વારા માનવતા ગ્રુપ બનાવામાં આવ્યું છે. ભાભર શહેર કે ભાભર તાલુકાના કોઈ ગામમાં દાબળા વિહોણા મણસો જોવા મળે તો રાત્રે પણ ધાબળા આપવા જાય છે.

ભાભરઃ માનવતા ગ્રુપ દ્રારા વિદ્યાર્થીઓને સ્વેટર અને ધાબળાનું વિતરણ કરાયું

ભાભર તાલુકાના કુવાળા ગામમાં આવેલી લોકનિકેત અનુદાનીત નિવાસી શાળાના જરૂરિયાત મંદ બાળકોને સ્વેટર માનવતા ગ્રુપ ભાભરના સહયોગથી સ્કૂલના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવા આવ્યું હતું. અને રસ્તામાં જ્યાં પણ જરૂરિયાત જેવું લાગ્યું ત્યાં લોકોને ધાબળા આપવામાં આવ્યા હતા. પૈસાનો સદ્દ ઉપયોગ કરવાનુ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.

ભાભરઃ માનવતા ગ્રુપ દ્રારા વિદ્યાર્થીઓને સ્વેટર અને ધાબળાનું વિતરણ કરાયું

આ કાર્યક્રમમાં માનવતા ગ્રુપમાંથી લાખાભાઈ દેસાઈ, ડો કનુભાઈ સોલંકી, શૈલેષભાઇ પ્રજાપતિ, ભાણજીભાઈ ચૌધરી, માલજીભાઈ દેસાઈ, સ્કુલના આચાર્ય શિલ્પાબેન પટેલ, અને સ્કૂલના સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.