ભાભરઃ ગર્લ્સ હાઈસ્કૂલમાં ગરબા મહોત્સવ, કન્યાઓ મન મૂકીને ઝૂમી

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) ભાભરની ગર્લ્સ હાઈસ્કૂલમાં ગરબા મહોત્સવ અને પ્રીતિ ભોજનનું આયોજન કરાયું હતુ. ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ભાભર ઠાકોર બોર્ડીંગ કન્યા છાત્રાલય ખાતે આજે હાઈસ્કૂલના આચાર્ય અને સ્ટાફ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઈસ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની સાથે શિક્ષકો પણ ગરબે ઘૂમ્યા હતા. સાથે સાથે ઠાકોર રણછોડભાઈ તેજાજી સુલતાનપુરા-રાધનપુર વાળાએ તમામ
 
ભાભરઃ ગર્લ્સ હાઈસ્કૂલમાં ગરબા મહોત્સવ, કન્યાઓ મન મૂકીને ઝૂમી

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

ભાભરની ગર્લ્સ હાઈસ્કૂલમાં ગરબા મહોત્સવ અને પ્રીતિ ભોજનનું આયોજન કરાયું હતુ. ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ભાભર ઠાકોર બોર્ડીંગ કન્યા છાત્રાલય ખાતે આજે હાઈસ્કૂલના આચાર્ય અને સ્ટાફ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઈસ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની સાથે શિક્ષકો પણ ગરબે ઘૂમ્યા હતા.

ભાભરઃ ગર્લ્સ હાઈસ્કૂલમાં ગરબા મહોત્સવ, કન્યાઓ મન મૂકીને ઝૂમી

સાથે સાથે ઠાકોર રણછોડભાઈ તેજાજી સુલતાનપુરા-રાધનપુર વાળાએ તમામ કન્યાઓને એમના તરફથી પ્રીતિ ભોજન અપાયું હતું. આ પ્રસંગે સદવિચાર ટ્રસ્ટના પ્રમુખ કરસનજી રાઠોડ એમના ટ્રસ્ટીઓ ખેમજીભાઈ, ઇશ્વરજી, તથા સદારામ શિક્ષણ સમિતિના ટ્રસ્ટીઓ પ્રતાપજી, કાંતિજી, આશારામજી, ભાવેશજી, માનસુગજી, ડો.ભરત ભાઈ, ડો.વિક્રમભાઈ, રાજભાઇ, રમેંશજી, અરજણજી, સુરેશજી તમામ મિત્રો પરિવાર સાથે હાજર રહી ગરબે ઘૂમ્યા હતા.

કન્યાઓ જે શ્રેષ્ઠ ગરબા રમનાર ને સમિતિ તરફથી 1 થી 3 નંબર આપી. 500, 300 અને 200 રૂપિયા રોકડ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાંતિલાલ વાલાજી ઠાકોર સનેસડા વાળા તરફથી આવતા સપ્તાહમાં કન્યાઓને ફ્રુટ વિતરણ કરશે તેવી જાહેરાત કરી હતી. અવાર-નવાર કન્યાઓને સમિતિ પ્રોત્સાહિત કરતી રહેશે તેની ખાતરી આપી હતી.