ભડકો@રાજકોટ: ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહી મળતાં ગાળાગાળી કરનાર 2 સભ્યો સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપના ઉમેદવાર જાહેર થતા જ રાજકોટમાં મોટો ભડકો થયો છે. ઉમેદવાર તરીકે નામ ન આવતા વોર્ડ નં. 14ના પ્રમુખ અને વોર્ડ નં.17ના આગેવાને શહેર પ્રમુખને રાજીનામાની ધમકી આપી બેફામ ગાળો ભાંડી હતી, જેને લઇ ગેરશિસ્ત
 
ભડકો@રાજકોટ: ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહી મળતાં ગાળાગાળી કરનાર 2 સભ્યો સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપના ઉમેદવાર જાહેર થતા જ રાજકોટમાં મોટો ભડકો થયો છે. ઉમેદવાર તરીકે નામ ન આવતા વોર્ડ નં. 14ના પ્રમુખ અને વોર્ડ નં.17ના આગેવાને શહેર પ્રમુખને રાજીનામાની ધમકી આપી બેફામ ગાળો ભાંડી હતી, જેને લઇ ગેરશિસ્ત બદલ પાર્ટીમાંથી બન્નેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને આજે રાજકોટ મનપામાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં સિનિયર અને દાવેદારોમાં નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નં.14ના ભાજપના પ્રમુખ અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને રાજીનામાની ચિમકી આપી ગાળો ભાંડી હતી. બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે કાર્યાલયનો દરવાજો બંધ કરી મીડિયાને અંદર આવવા દીધું નહોતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વિરોધ કરનાર બે આગેવાનોને શહેર પ્રમખ કમલેશ મિરાણીએ સસ્પેન્ડ કર્યા છે. વોર્ડ નં.14ના પ્રમુખ અનિષ જોશી અને વોર્ડ નં.17ના આગેવાન નરેન્દ્ર રાઠોડને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગેરશિસ્ત બદલ શહેર પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. રાજકોટમાં વોર્ડ નંબર-9ના પૂર્વ કોર્પોરેટર શિલ્પાબેન જાવિયાની ટિકિટ કપાતા તે પણ નારાજ થયા છે. પૂર્વ કોર્પોરેટરે કહ્યુ કે, કડીયા સમાજને પાર્ટીએ અન્યાય કર્યો છે. 25 વર્ષથી કડિયા સમાજનું પ્રતિનિધિત્વ હતું, મનથી કામ કરતા હતા છતા પાર્ટીએ મને ટિકિટ ના આપતા દુખ છે, ઘણુ ખોટુ થયુ છે.