ભાગદોડ@પોસ્ટિંગ: હોદ્દાથી ખસેડયા છતાં બનાસકાંઠા DDPC માટે રઘવાયા

અટલ સમાચાર,મહેસાણા બનાસકાંઠા ગ્રામવિકાસ એજન્સીના DDPC(મનરેગા)ને પ્રતિનિયુક્તિ પદથી ખસેડયા છે. જોકે, અગાઉની જેમ ફરી એકવાર નાયબ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર થવા મથી રહયા હોવાનું સામે આવ્યુ છે. CRD ઘ્વારા મેનપાવર મારફત ભરતી કરવાનો આદેશની અમલવારી થાય તે પહેલા ફરીથી પ્રતિનિયુક્તિ કરાવવા ગિરીશ વરેછા દોડધામ કરી રહયા છે. બનાસકાંઠા DRDAના નાયબ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરની લાયકાત મુદ્દે વિવાદ બાદ કમિશ્નરની
 
ભાગદોડ@પોસ્ટિંગ: હોદ્દાથી ખસેડયા છતાં બનાસકાંઠા DDPC માટે રઘવાયા

અટલ સમાચાર,મહેસાણા

બનાસકાંઠા ગ્રામવિકાસ એજન્સીના DDPC(મનરેગા)ને પ્રતિનિયુક્તિ પદથી ખસેડયા છે. જોકે, અગાઉની જેમ ફરી એકવાર નાયબ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર થવા મથી રહયા હોવાનું સામે આવ્યુ છે. CRD ઘ્વારા મેનપાવર મારફત ભરતી કરવાનો આદેશની અમલવારી થાય તે પહેલા ફરીથી પ્રતિનિયુક્તિ કરાવવા ગિરીશ વરેછા દોડધામ કરી રહયા છે.

બનાસકાંઠા DRDAના નાયબ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરની લાયકાત મુદ્દે વિવાદ બાદ કમિશ્નરની કચેરીએ પ્રતિનિયુક્તિ પદેથી DDPCને હટાવ્યા છે. આગામી ટુંક સમયમાં નવિન ભરતી કરી જગ્યા ભરવાની ગતિવિધિ સામે ફરીથી DDPC થવા મથામણ શરૂ થઇ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, અગાઉ લોકસભા ચુંટણીની આચારસંહિતા પહેલા ગિરીશ વરેછાને DDPC પદેથી દૂર કર્યા હતા. જોકે, ગણતરીના કલાકોમાં ફરીથી DDPC થવા સફળ થતા અનેક શંકા-કુશંકા ઉભી થઇ હતી.

ગ્રામ વિકાસ કમિશ્નરના નિર્ણય બાદ ફરીથી અગાઉની જેમ ગણતરીના કલાકોમાં DDPC તરીકે નિમણુંક થવા ગિરીશ વરેછા દોડધામ કરી રહયા છે. આવી સ્થિતિમાં CRD કચેરીના અગાઉના નિર્ણયની જેમ આગામી દિવસોના નિર્ણય ઉપર નજર મંડાઇ છે. જો ફરી એકવાર નિમણુંક ઉપર મંજુરીની મહોર આવે તો ગિરીશ વરેછા કદ્દાવર કર્મચારી સફળ થઇ શકે.