ભરડો@પ્રાંતિજ: નાનકડા ગામમાં 10 ટકાને કેન્સર, ફફડાટનો માહોલ

અટલ સમાચાર, મહેસાણા પ્રાંતિજ તાલુકાના ગામે કેન્સરે અડીંગો જમાવ્યો હોવાનુ સામે આવ્યુ છે. અત્યાર સુધી ગામની કુલ વસ્તીના 10 લોકો કેન્સરથી પીડાઇ રહ્યા છે. ગામમાં 40 થી માંડીને 70 વર્ષના લોકો કેન્સરનો ભોગ બન્યા છે. આ લોકોને કેન્સર આનુવંશીક થયું કે કે કોઈ ચોક્કસ કારણને લઈને એ બાબતને લઇ ચર્ચા વધી છે. નાનકડા ગામમાં એકરીતે
 
ભરડો@પ્રાંતિજ: નાનકડા ગામમાં 10 ટકાને કેન્સર, ફફડાટનો માહોલ

અટલ સમાચાર, મહેસાણા

પ્રાંતિજ તાલુકાના ગામે કેન્સરે અડીંગો જમાવ્યો હોવાનુ સામે આવ્યુ છે. અત્યાર સુધી ગામની કુલ વસ્તીના 10 લોકો કેન્સરથી પીડાઇ રહ્યા છે. ગામમાં 40 થી માંડીને 70 વર્ષના લોકો કેન્સરનો ભોગ બન્યા છે. આ લોકોને કેન્સર આનુવંશીક થયું કે કે કોઈ ચોક્કસ કારણને લઈને એ બાબતને લઇ ચર્ચા વધી છે. નાનકડા ગામમાં એકરીતે કેન્સરે ભરડો લીધો હોવાનું સામે આવતા રહીશોમાં ફફડાટ વધી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ભરડો@પ્રાંતિજ: નાનકડા ગામમાં 10 ટકાને કેન્સર, ફફડાટનો માહોલ

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાનુ વિલાસપુરા ગામ કેન્સરના ભરડામાં સપડાયું છે. આ ગામની કુલ વસ્તીના 10 ટકા લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે. કચ્છી પટેલની વસ્તી ધરાવતું ગામના દર્દીઓ ગંભીર બિમારીનો સામનો કરવા મજબૂર બન્યા છે. કેન્સરની બિમારીથી કુલ 180 લોકોની વસતિ ધરાવતા આ ગામમાં 20 જેટલા લોકો ભોગ બન્યા છે. જેમાંથી 9 જેટલા લોકોએ જીવ ગુમાવી દીધો છે. કેન્સરના સૌથી વધુ મૃત્યુદરમાં ગુજરાતનું સ્થાન ખૂબ જ ઉપર છે.

ભરડો@પ્રાંતિજ: નાનકડા ગામમાં 10 ટકાને કેન્સર, ફફડાટનો માહોલ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વિલાસપુરાના પાર્વતીબેન છેલ્લા ૫ વર્ષથી પથારીવશ છે તેમને આંતરડાનું કેન્સર છે. અનેકો દવાઓ અને હોસ્પિટલો બદલવા છતાં તેમની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો નથી આવ્યો. સૌથી મહત્વની વાત એ છે કે, ગામમાં કેન્સરના દર્દીઓની સંખ્યા કેમ વધી રહી છે તેના કારણ બાબતે પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.