ભરૂચઃ કૌન બનેગા કરોડપતિના જુનિયરમાં 14 વર્ષનો અનમોલ 25 લાખ રૂપિયા જીત્યો

અટલ સમાચાર, ડેસ્ક ભરૂચનો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રી કૌન બનેગા કરોડપતિના જુનિયરમાં ઝળક્યો હતો. 25 લાખ રૂપિયાની રકમ જીત્યો હતો. અનમોલનો મૂળ મધ્ય પ્રદેશ અને હાલ ભરૂચની રિલાયંસ કોલોનીમાં રહેતા બ્રિજેશ શાસ્ત્રીના 14 વર્ષીય દીકરો અનમોલ કૌન બનેગા કરોડપતિ જુનિયર માટે સિલેક્ટ થયો હતો. સોમવારના રોજ અનમોલ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર જોવા મળ્યો
 
ભરૂચઃ કૌન બનેગા કરોડપતિના જુનિયરમાં 14 વર્ષનો અનમોલ 25 લાખ રૂપિયા જીત્યો

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચનો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રી કૌન બનેગા કરોડપતિના જુનિયરમાં ઝળક્યો હતો. 25 લાખ રૂપિયાની રકમ જીત્યો હતો. અનમોલનો મૂળ મધ્ય પ્રદેશ અને હાલ ભરૂચની રિલાયંસ કોલોનીમાં રહેતા બ્રિજેશ શાસ્ત્રીના 14 વર્ષીય દીકરો અનમોલ કૌન બનેગા કરોડપતિ જુનિયર માટે સિલેક્ટ થયો હતો.

સોમવારના રોજ અનમોલ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર જોવા મળ્યો હતો.અનમોલે એક બાદ એક સવાલોના સાચા જવાબ આપી રૂ. ૨૫ લાખની રકમ જીતી હતી. અનમોલને નાનપણથી જ વાંચનનો શોખ છે અને તેની રૂચી ખગોળ વિજ્ઞાન તરફ ખુબ છે. તે ધોરણ 8માં અભ્યાસ કરે છે. અને નાનપણથી જ તેની વિજ્ઞાન પ્રત્યેની રૂચી તથા અવનવું જાણવાની તાલાવેલી તેને કોણ બનેગા કરોડ પતિના મંચ સુધી લઇ ગઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અનમોલના પિતા રિલાયંસ કંપનીમાં સેફટી વિભાગમાં ફરજ બજાવે છે. સામાય પરિવારનો અનમોલ 25 લાખ રૂપિયા રકમ જીતતા તેના પરિવારજનો ખુશ ખુશાલ છે.હાલ તો અનમોલે જીતેલી રકમ તેના એકાઉન્ટમાં FD કરવામાં આવી છે અને તે જયારે 18 વર્ષની વયનો થશે ત્યારે તે આ રકમનો ઉપયોગ કરી શકશે.