ભરૂચ: દહેજની કંપનીમાં જોરદાર બ્લાસ્ટ, અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા

અટલ સમાચાર, ડેસ્ક દહેજની યશસ્વી રસાયણ કેમિકલ કંપનીમાં એક બોઇકલરમાં જોરદાર ધડાકો થયો હતો. આ ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારો ધ્રુજી ગયા હતા. બ્લાસ્ટ બાદ ધૂમાડાને ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યાં હતા. આ દરમિયાન અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગેની વિચલિત કરતી તસવીરો પણ સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે
 
ભરૂચ: દહેજની કંપનીમાં જોરદાર બ્લાસ્ટ, અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા

અટલ સમાચાર, ડેસ્ક

દહેજની યશસ્વી રસાયણ કેમિકલ કંપનીમાં એક બોઇકલરમાં જોરદાર ધડાકો થયો હતો. આ ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારો ધ્રુજી ગયા હતા. બ્લાસ્ટ બાદ ધૂમાડાને ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યાં હતા. આ દરમિયાન અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગેની વિચલિત કરતી તસવીરો પણ સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે લોકો ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ અંગેનો એક વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. અમિત ચાવડાએ ટ્વીટમાં લખ્યું છે કે ગુજરાતના ભરૂચ જિલ્લાની ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગને કારણે અનેક લોકો દાઝી ગયા છે. સાથે જ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને અસરગ્રસ્ત લોકોની તાત્કાલિક મદદ કરવાની વ્યવસ્થા કરવાનું જણાવ્યું છે.

ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શેર કરેલા વીડિયોમાં બ્લાસ્ટને પગલે ઘાયલ થયેલા એક યુવકને જોઈ શકાય છે. યુવક ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર ઊભો છે. જ્યારે તેની આસપાસના લોકો તેને બેસવા માટે કહી રહ્યા છે. યુવકની હાલત ખૂબ જ ખરાબ લાગી રહી છે. તેના શરીર કાળું પડી ગયું છે તેમજ અનેક જગ્યાએ તેા હાથની ચામડી ઉતરી ગઈ છે. આ દરમિયાન લોકો તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવાની પણ બૂમો પાડી રહ્યા છે.

ભરુચ જિલ્લાના દહેજ ખાતે આવેલી યશસ્વી સસાયણ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા આખા વિસ્તારમાં ચકચાર
મચી ગઇ છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે કેમિકલ ભરેલી એક ટાંકીમાં ધડાકો થયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ દોડી ગયું હતું.