ભવન@પાલોદરઃ મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ દ્વારા વૃક્ષારોપણ કરાયું

અટલ સમાચાર.મહેસાણા મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ દ્વારા મંગળવારે પાલોદર સ્થિત જિલ્લા રાજપૂત સમાજ ભવનની જગ્યા પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. મંગળવારે સવારે 10-30 કલાકે મહેસાણા બાયપાસ પર આવેલા પાલોદર ગામમા મહેસાણા રાજપુત સમાજ ભવનની જગ્યા પાસે મહેસાણા જિલ્લા યુવા રાજપુત સમાજના વડીલો અને ભાઈઓ દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
ભવન@પાલોદરઃ મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ દ્વારા વૃક્ષારોપણ કરાયું

અટલ સમાચાર.મહેસાણા

મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ દ્વારા મંગળવારે પાલોદર સ્થિત જિલ્લા રાજપૂત સમાજ ભવનની જગ્યા પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. મંગળવારે સવારે 10-30 કલાકે મહેસાણા બાયપાસ પર આવેલા પાલોદર ગામમા મહેસાણા રાજપુત સમાજ ભવનની જગ્યા પાસે મહેસાણા જિલ્લા યુવા રાજપુત સમાજના વડીલો અને ભાઈઓ દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભવન@પાલોદરઃ મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ દ્વારા વૃક્ષારોપણ કરાયું

આ પ્રસંગે મહેસાણા જિલ્લા યુવા રાજપુત સમાજના ઉપપ઼મુખ વિજયસિંહ.આર.ચાવડા, જયદેવસિહ ચાવડા (એડવોકેટ) તથા દિલીપસિહ જાડેજા-મહામંત્રી, જીતુભા સોલંકી-મંત્રી, પાલોદર ગામના ઉપ સરપંચ વિશુભા વાઘેલા, રાજપુત સમાજના અગ઼ણી બળવંતસિંહ વાઘેલા(પાલોદર),રાજ ક્રેડિટ કો.ઓ.સોસાયટીનાં ડીરેક્ટર કિતીઁસિહ રાઠોડ, ભરતસિંહ વિહોલ (યુવા અગ્રણી), સામાજિક કાર્યકર અજીતસિંહ જાડેજા સહિત સમાજના યુવકો વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતના સરપંચ વિનુભાઇ પટેલ, તલાટી જેમીનભાઇ ચૌધરી સહિતનો પુરતો સહકાર મળ્યો હતો.

ભવન@પાલોદરઃ મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ દ્વારા વૃક્ષારોપણ કરાયું ભવન@પાલોદરઃ મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ દ્વારા વૃક્ષારોપણ કરાયું

મહેસાણા જિલ્લામાં વસતા રાજપૂત સમાજનું વર્ષોથી એક ભવનનું સપનું હતુ. જે હવે પુર્ણ થવા જઇ રહ્યુ છે. દાતાઓના સહયોગથી બાયપાસ નજીક આવેલ પાલોદર ગામમાં રાજપૂત સમાજ દ્વારા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે. ભવનનું નિર્માણ કાર્ય પણ ટુંક સમયમાં શરૂ કરવાનું છે. ભવન માટે મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી પણ રાજપૂત સમાજ દ્વારા દાનની સરવાણી વહી રહી છે. દરેક ગામ તેમજ શહેરના રાજપૂત સમાજના નાનામાં નાના વ્યક્તિ દ્વારા પણ યથાશક્તિ રાજપૂત સમાજનું ભવન બને તે માટે દાન આપવામાં આવી રહ્યુ છે.

રાજપૂત સમાજ ભવનનું નિર્માણ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવનાર છે. આ ભવન બન્યા બાદ સમાજના યુવકોને પુરતુ માર્ગદર્શન મળી રહે તેમજ શિક્ષણમાં સમાજના યુવક -યુવતિઓને આગળ લાવી સરકારી નોકરી, એન્જીનીયરીંગ, તબીબી ક્ષેત્રમાં રાજપૂત સમાજ અગ્રેસર બને તેવા પ્રયાસો કરવામાં આવનાર છે.