ભાવનગર: 4 વર્ષની બાળકીને કોરોના બાદ માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતના ભાવનગર જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત ચાર વર્ષની બાળકીના પરિવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ તરફથી પરિવારજનો વિરુદ્ધ એક્શન લેવામાં આવી રહ્યાં છે કારણ કે બાળકીના પરિવારજનો લોકડાઉન વચ્ચે તેને લઇને પોતાના સંબંધીને ત્યાં ચાલ્યા ગયાં હતાં. ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોલીસે માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. બાળકીના પિતા
 
ભાવનગર: 4 વર્ષની બાળકીને કોરોના બાદ માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના ભાવનગર જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત ચાર વર્ષની બાળકીના પરિવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ તરફથી પરિવારજનો વિરુદ્ધ એક્શન લેવામાં આવી રહ્યાં છે કારણ કે બાળકીના પરિવારજનો લોકડાઉન વચ્ચે તેને લઇને પોતાના સંબંધીને ત્યાં ચાલ્યા ગયાં હતાં. ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોલીસે માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. બાળકીના પિતા જે જમનાકુંડ વિસ્તારમાં કોરોના નિયંત્રિત ક્ષેત્રના નિવાસી છે, તેણે પોતાને સરકારી અધિકારી જણાવતા પોલીસને શુક્રવારે એક પરચી પકડાવી દીધી અને બાઇક પર પોતાની પત્ની અને દિકરી સાથે 18 કિલોમીટર દૂર ઘોઘામાં પોતાના સંબંધીના ત્યાં ચાલ્યા ગયો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચાર વર્ષની બાળકીને જ્યારે શરદી અને તાવ આવવા લાગ્યો તો શનિવારે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ તરફથી કરવામાં આવેલી તપાસમાં બાળકી કોરોના વાયરસ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું. તે બાદ તેને ભાવનગરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે બાળકીના માતા-પિતા અને તેના સંપર્કમાં આવેલા અન્ય 2 લોકોને હાલ તપાસ માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. પોલીસે રવિવારે બાળકીના માતા-પિતા વિરુદ્ધ આઇપીસીની ધારા 170, ધારા 269, ધારા 270 અને ધારા 188 અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે. પોલીસે જણાવ્યું કે તેની વિરુદ્ધ મહામારી બિમારી કાયદાની જોગવાઇઓ અંતર્ગત પણ કેસ નોંધવામાં આવ્યો છે.