ભાવનગર: લગ્નમાં ફાયરિંગ, ઢોલીના લમણે ગોળી વાગતા ગંભીર ઇજા

અટલ સમાચાર,ડેસ્ક ભાવનગરના બોરડા ગામે અમરેલીથી આવેલી જાનમાં જાનૈયાઓએ ફાયરિંગ કરતા મીસફાયર થયું હતું અને અમદાવાદથી આવેલા ઢોલીને લમણે ગોળી વાગી જતા ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી ઢોલીને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનિય છે કે, ભાવનગરમાં લગ્ન પ્રસંગે હથિયાર ન ઉપયોગ કરવા માટે રાજપુત સમાજે સામૂહિક નિર્ણય પણ લીધો
 
ભાવનગર: લગ્નમાં ફાયરિંગ, ઢોલીના લમણે ગોળી વાગતા ગંભીર ઇજા

અટલ સમાચાર,ડેસ્ક

ભાવનગરના બોરડા ગામે અમરેલીથી આવેલી જાનમાં જાનૈયાઓએ ફાયરિંગ કરતા મીસફાયર થયું હતું અને અમદાવાદથી આવેલા ઢોલીને લમણે ગોળી વાગી જતા ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી ઢોલીને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનિય છે કે,  ભાવનગરમાં લગ્ન પ્રસંગે હથિયાર ન ઉપયોગ કરવા માટે રાજપુત સમાજે સામૂહિક નિર્ણય પણ લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાવનગર: લગ્નમાં ફાયરિંગ, ઢોલીના લમણે ગોળી વાગતા ગંભીર ઇજા

ભાવનગર જીલ્લાના બોરડા ગામે અમરેલી ખાતેથી આવેલી એક જાનનું આગમન થયું હતું. ત્યારે આ જાન સાથે લાવવામાં આવેલા બેન્ડવાજાના 25 કલાકારો લગ્નની ધૂન વગાડી રહ્યા હતા. દરમિયાન કોઈએ આ જાનમાં ફાયરિંગ કરવાનું ચાલું કર્યું હતું. જેથી મિસ ફાયર થતા બેંડવાજાના કલાકાર દશરથભાઈ ડાયાભાઈ રાઠોક કે જે અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં રહે છે તેમને ગોળી વાગતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. આથી તેમને તાત્કાલિક ધોરણે ભાવનગરમાં આવેલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા