ભિલોડા: રવી સીઝન માટે મેશ્વો જળાશયમાંથી 100 ક્યુસેક પાણી છોડાયું

અટલ સમાચાર,ભિલોડા ભિલોડા તાલુકાના શામળાજી મેશ્વો જળાશયમાંથી રવિ સીઝન માટે 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ચાલુ સાલે સીઝન નો સારો વરસાદ થયો હોવાથી રવી સીઝન માટે 6 તબક્કામાં પાણી નો લાભ ખેડૂતોને મળશે. અરવવલી જિલ્લાના ભિલોડા તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તંત્ર દ્વારા તાલુકાના ખેડૂતોને રવિપાક માટે મેશ્વો જળાશયમાંથી 6 તબક્કામાં
 
ભિલોડા: રવી સીઝન માટે મેશ્વો જળાશયમાંથી 100 ક્યુસેક પાણી છોડાયું

અટલ સમાચાર,ભિલોડા

ભિલોડા તાલુકાના શામળાજી મેશ્વો જળાશયમાંથી રવિ સીઝન માટે 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ચાલુ સાલે સીઝન નો સારો વરસાદ થયો હોવાથી રવી સીઝન માટે 6 તબક્કામાં પાણી નો લાભ ખેડૂતોને મળશે.

અરવવલી જિલ્લાના ભિલોડા તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તંત્ર દ્વારા તાલુકાના ખેડૂતોને રવિપાક માટે મેશ્વો જળાશયમાંથી 6 તબક્કામાં પાણી આપવામાં આવશે. જેને લઇ આજે રવિ સીઝન માટે 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અરવલ્લીમાં રવિ પાક ની સીઝન માટે આજે શામળાજી ના મેશ્વો જળાશયમાંથી મુખ્ય સીઝનમાં પ્રથમ તબક્કાનું કેનાલ માં પાણી છોડાવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો ના રવિ પાક માટે ડેમ માંથી 100 ક્યુસેક પાણી છોડતા ભિલોડા અને મોડાસા ના ખેડૂતો ને સિંચાઈ માટે લાભ મળશે. ભિલોડા અને મોડાસા તાલુકા ના ખેડૂતોના રવિ પાક માટે 2000 હેકટર જમીન માં સિંચાઇ નો લાભ મળશે.