ભિલોડા: જૂથ અથડામણમાં ઇજાગ્રસ્ત BSF જવાનનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર,ભિલોડા ભિલોડા તાલુકાના ગામે ગત 6 ફેબ્રુઆરીએ જૂથ અથડામણ થઇ હતી. જેમાં શ્રીનગર ખાતે ફરજ બજાવતા આર્મી જવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ જવાન સહિતના ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ આજે આર્મી જવાનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યુ છે. હાલ તો ભિલોડા પોલીસે ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે
 
ભિલોડા: જૂથ અથડામણમાં ઇજાગ્રસ્ત BSF જવાનનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર,ભિલોડા

ભિલોડા તાલુકાના ગામે ગત 6 ફેબ્રુઆરીએ જૂથ અથડામણ થઇ હતી. જેમાં શ્રીનગર ખાતે ફરજ બજાવતા આર્મી જવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ જવાન સહિતના ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ આજે આર્મી જવાનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યુ છે. હાલ તો ભિલોડા પોલીસે ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મલેકપુર ગામે થોડા દિવસો પહેલા જૂથ અથડામણ થઇ હતી. જેમાં ગામના જ આર્મી જવાન રવિન્દ્ર પ્રફુલભાઈ ગામેતી અને અન્ય બે ઇસમો ઇજાગ્રસ્ત થયા હતા. ગામના જ 9 શખ્શો કુહાડી, લોખંડની પાઇપ અને લાકડીઓથી તૂટી પડતા BSF જવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે કેટલાક દિવસોથી કોમામાં સરી પડેલો યુવાન 4 દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા પછી આખરે આજે વહેલી સવારે દમ તોડી દેતા ભારે ચકચાર મચી હતી.

સમગ્ર મામલે હાલ ભિલોડા પોલીસે રોશનકુમાર પ્રવીણભાઈ ખરાડીની ફરિયાદના આધારે અજય સુરમા નિનામા, કિતી દિલીપભાઇ સડાત, અજય દિલીપભાઇ સડાત, યશપાલ નિનામા, મહેશ હીરાભાઇ ખરાડી, વિશાલ કાવજીભાઇ ખરાડી, વિજય રતુભાઇ ખરાડી, પ્રદિપ કાન્તીભાઇ નિનામા અને નટુ વાલજીભાઇ નિનામા (તમામ, રહે વેજપુર તથા મલેકપુર) વિરુદ્ધ ઇપીકો કલમ-147, 148, 149, 341, 323, 307, 324, 504 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.