ભિલોડા: હાથમતી કેનાલમાં શિયાળુ પાકના વાવેતર માટે પાણી છોડાયું

અટલ સમાચાર, ભિલોડા ભિલોડા પાસેના હાથમતી જળાશયમાંથી દરવર્ષે ખેડુતોને શિયાળુ અને ઉનાળુ વાવેતર માટે શિયાળામાં પાંચ લગભગ પાણી આપવાનું નક્કી કરાયું છે. સોમવારે હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી કેનાલમાં પાણી છોડાયું છે. જેને કારણે અ, બ, અને ક ઝોનના મળી અંદાજે 2000 હેકટરથી વધુ જમીનમાં ખેડુતો ઘઉનું વાવેતર કરી શકશે. આ અંગે હાથમતી કેનાલના વિભાગના અધિકારીએ
 
ભિલોડા: હાથમતી કેનાલમાં શિયાળુ પાકના વાવેતર માટે પાણી છોડાયું

અટલ સમાચાર, ભિલોડા

ભિલોડા પાસેના હાથમતી જળાશયમાંથી દરવર્ષે ખેડુતોને શિયાળુ અને ઉનાળુ વાવેતર માટે શિયાળામાં પાંચ લગભગ પાણી આપવાનું નક્કી કરાયું છે. સોમવારે હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી કેનાલમાં પાણી છોડાયું છે. જેને કારણે અ, બ, અને ક ઝોનના મળી અંદાજે 2000 હેકટરથી વધુ જમીનમાં ખેડુતો ઘઉનું વાવેતર કરી શકશે.

આ અંગે હાથમતી કેનાલના વિભાગના અધિકારીએ એમ.સી પટેલના જણાવ્યા મુજબ દર વર્ષે હાથમતી જળાશયમાંથી હિંમતનગર, પ્રાંતિજ અને ગાંધીનગર જીલ્લાના ખેડૂતોને શિયાળુ પાક તરીકે ઓળખાતા ઘઉંનું વાવેતર કરવા માટે કેનાલનું પાણી આપવામાં આવે છે. જોકે તેના માટે કેનાલનું પાણી લેતા ખેડુતોને સિંચાઈ વિભાગે નક્કી કરેલો પીયાવો ભરવો પડે છે. આ પીયાવાની રકમ હેકટર દીઠ નક્કી કરવામાં આવે છે. અને જે ખેડુતને સિંચાઈનું પાણી લેવાનું હોય તે ખેડુતે નીયત નમુનામાં પોતાની માલિકીના સરવે નંબર તથા જમીન દર્શાવવી પડે છે.

ભિલોડા: હાથમતી કેનાલમાં શિયાળુ પાકના વાવેતર માટે પાણી છોડાયું

સોમવારે સાંજે હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી કેનાલમાં પાણીનો પુરવઠો શરૂ કરાયો છે. જે પાણી મંગળવારે બપોરે કાટવાડ, સોનાસણ અને દલપુર સુધી પહોંચી ગયો હતો. જ્યાં ખેડુતોએ કેનાલમાં પાણી છોડાયું હોવાનું જોયા પછી કેનાલ એરીયામાં આવતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી કરવાનું આયોજન શરૂ કરી દીધુ છે. જોકે શિયાળુ ઘઉ વાવતા ખેડુતો પૈકી કેટલાક ખેડુતો પ્રથમ જમીનમાં વાવણી કરીને ત્યારબાદ પાણી આપતા હોય છે. તો કેટલાક ખેડુતો પ્રથમ ખેતરનુ ગારવણ કરીને તેનો વરાપ નીકળ્યા બાદ ખેડ કરી વાવેતર કરે છે. જોકે ખેડુતોની આ માનસિકતા તેમની રીતે ગણતરીવાળી હોવાનું મનાય છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સિંચાઈ વિભાગના સુત્રોના જણાવાયા મુજબ હાથમતી કેનાલમાં અગાઉ તા. 20 નવેમ્બરથી પાણી છોડવાનું આયોજન કરાયું હતું. પરંતુ હિંમતનગર, પ્રાંતિજ અને ગાંધીનગર વિસ્તારમાંથી પસાર થતી હાથમતીની પ્રશાખાઓમાં ચોમાસુ ઘાસનો નીકાલ કરી કેટલીક જગ્યાએ લીકેજ હોવાથી તે બંદ કરાયા બાદ પાણીનો પુરવઠો શરૂ કરાયો છે. જે અંદાજે ૨૦ દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ત્યારબાદ કેટલાક દિવસો પાણી બંધ કરાશે અને તે પછી ખેડુતોની માંગણી અને જરૂરીયાત મુજબ પાણી છોડવામાં આવશે.