મહેસાણા નગરપાલિકાના રૂ.૧૦ કરોડના વિકાસ કામોના ભુમિપૂજન:ખાતમુર્હુત

અટલ સમાચાર.મહેસાણા મહેસાણા નગરપાલિકાના રૂ.૧૦ કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત,ભૂમિપૂજન અને લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં પણ નાગરિકોના સુખ અને સુવિધાની ચિંતા કરી છે. વધુમાં કહ્યુ કે રાજ્યના નાગરિકોના સાથ અને સહકારથી સરકારના પ્રયાસોથી કોરોના સામે સકારત્મક પરીણામ મળ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
મહેસાણા નગરપાલિકાના રૂ.૧૦ કરોડના વિકાસ કામોના ભુમિપૂજન:ખાતમુર્હુત

અટલ સમાચાર.મહેસાણા
મહેસાણા નગરપાલિકાના રૂ.૧૦ કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત,ભૂમિપૂજન અને લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં પણ નાગરિકોના સુખ અને સુવિધાની ચિંતા કરી છે. વધુમાં કહ્યુ કે રાજ્યના નાગરિકોના સાથ અને સહકારથી સરકારના પ્રયાસોથી કોરોના સામે સકારત્મક પરીણામ મળ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા નગરપાલિકાના રૂ.૧૦ કરોડના વિકાસ કામોના ભુમિપૂજન:ખાતમુર્હુત
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં સમતોલ વિકાસની પરીભાષા દેશ અને દુનિયાને દેખાડી છે. રાજ્યમાં શહેરોમાં સતત વધી રહેલ પહેલને પગલે શહેરોનો સમતોલ અને સર્વાંગિ વિકાસ થાય તે માટે સ્વચ્છ,સુંદર અને સુવિધાપુર્ણ શહેરો માટે સરકારે કટિબધ્ધતા બતાવી છે.તેમણે ઉમેર્યું હતું કે કોરોના પગલે વિકાસ અટકી ન જાય તેવું વાતાવરણ આપણે ઉભું કરવા માંગતા નથી. આ વૈશ્વમિક મહામારીમાં પણ વિકાસની ગતિ તેજ રહે તે દિશામાં સરકાર હમેશાં પ્રયત્નશીલ રહી છે.
મહેસાણા નગરપાલિકાના વિવિધ વિકાસ અને લોકપયોગી કામોના ખાતમુર્હુત,ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત મહેસાણા નાગલપુર ખાતે મ્યુનિસિપલ ફંડ અંતર્ગત સ્મશાન ડેવલપમેન્ટ કરવાનું કામ, મહેસાણા ખાતે ૧૪મા નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગત ભૂગર્ભ પમ્પીંગ સ્ટેશન (બીલાડી બાગ પરા વિસ્તાર) તેમજ સીવરેજ નેટર્વક બનાવવાનું કામ,મ્યુનિસિપલ હદ વિસ્તારમાં ટીપી-૦૪ના નગરપાલિકા હસ્તકના તમામ રીઝર્વ પ્લોટની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ તેમજ સોસાયટી સ્ટ્રીટ લાઇટની નિભાવણી તથા મેન્ટેનન્સ અને વીજ બીલ નગરપાલિકા દ્વારા ભરવાની યોજના લોન્ચ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, મહેસાણા નગર પાલિકા પ્રમુખ નવીનભાઇ પરમાર સહિત નગરપાલિકાના સભ્યઓ,પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.