બાયડ: મગફળીના પાકને સળગાવી સર્વેની કામગીરી અંગે વિરોધ પ્રદર્શન

અટલ સમાચાર, ભિલોડા કમોસમી વરસાદને લીધે ઉત્પાદનના રૂપમાં ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો છે. બાયડ તાલુકામાં ખેડૂતોને ભારે નુકશાન થવા છતાં 33 % થી ઓછું નુકશાન દર્શાવતા ખેડૂતોમાં ભારે રોષ સાથે રીસર્વેની માંગ સાથે ભારે હૈયે મગફળીનો પકવેલા પાકની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો. બાયડ તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતરમાં રહેલો
 
બાયડ: મગફળીના પાકને સળગાવી સર્વેની કામગીરી અંગે વિરોધ પ્રદર્શન

અટલ સમાચાર, ભિલોડા

કમોસમી વરસાદને લીધે ઉત્પાદનના રૂપમાં ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો છે. બાયડ તાલુકામાં ખેડૂતોને ભારે નુકશાન થવા છતાં 33 % થી ઓછું નુકશાન દર્શાવતા ખેડૂતોમાં ભારે રોષ સાથે રીસર્વેની માંગ સાથે ભારે હૈયે મગફળીનો પકવેલા પાકની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો. બાયડ તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતરમાં રહેલો મગફળી અને કપાસનો મોટાભાગનો પાક નિષ્ફળ જતા ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે.

બાયડ: મગફળીના પાકને સળગાવી સર્વેની કામગીરી અંગે વિરોધ પ્રદર્શન

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ખેડૂતોમાં રોષ સાથે રીસર્વેની માંગ સાથે ભારે હૈયે મગફળીનો પકવેલા પાકની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય સરકારે મહા વાવાઝોડાની ઇફેક્ટના કારણે ખેડૂતો પાયમાલ થઇ જતા રૂ.700 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ખેતીવાડી વિભાગે બાયડ તાલુકામાં ખેડૂતોને ભારે નુકશાન થવા છતાં 33 % થી ઓછું નુકશાન દર્શાવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

અરવલ્લી જીલ્લામાં 6 તાલુકામાંથી 4 તાલુકામાં વાવાઝોડા અને વરસાદથી ખેડૂતો પાયમાલ બન્યા છે. બાયડ ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીવાડી અધિકારી અને ગ્રામસેવકોએ ઓફિસમાં બેસી પાક સર્વેની કામગીરીમાં ધુપ્પલ ચલાવી ખોટા પંચનામા બનાવી રહ્યા હોવાના આક્ષેપ થયા છે. 70 ટકા થી વધુ નુકશાન ધરાવતા ખેડૂતો અંગે 33 ટકાથી ઓછું નુકશાનીનો સર્વે કરતા કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા ખેડૂતોને સરકારની કોઈ સહાય મળે તેમ ન હોવાથી માથે પોક મેલીને રોવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોએ ધારણા યોજી આક્રમકઃ વિરોધ નોંધવાની સાથે રીસર્વે કરવામાં આવેની માંગ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી મગફળી સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.