અકસ્માત@ડીસા: ટ્રેલર ચાલકે બ્રેક મારતાં અકસ્માત, આગમાં ડ્રાઈવર સહિત બે ભસ્મીભૂત

અટલ સમાચાર, કાંકરેજ ડીસા ભીલડી હાઇવે પર સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે ટ્રેલર આગળ પાછળ પસાર થતાં એક ટ્રેલર ચાલકે બ્રેક મારતાં ધડાકાભેર અથડાતાં અથડાતાં અચાનક આગ લાગી ગઈ હતી. જેથી ડ્રાઈવર સહિત બે વ્યકિત ભસ્મીભૂત થઈ ગયાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા
 
અકસ્માત@ડીસા: ટ્રેલર ચાલકે બ્રેક મારતાં અકસ્માત, આગમાં ડ્રાઈવર સહિત બે ભસ્મીભૂત

અટલ સમાચાર, કાંકરેજ

ડીસા ભીલડી હાઇવે પર સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે ટ્રેલર આગળ પાછળ પસાર થતાં એક ટ્રેલર ચાલકે બ્રેક મારતાં ધડાકાભેર અથડાતાં અથડાતાં અચાનક આગ લાગી ગઈ હતી. જેથી ડ્રાઈવર સહિત બે વ્યકિત ભસ્મીભૂત થઈ ગયાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા – ભીલડી હાઇવે પર વહેલી સવારે બે ટ્રેલર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આગળનાં ચાલકે ઢાળને કારણે થોડી બ્રેક મારતાં પાછળથી પૂરઝડપે આવતું ટ્રેલર ધડાકાભેર અથડાઇ ગયું હતું. જેથી પલવારમાં આગની જ્વાળાઓ વચ્ચે પાછળનાં ટ્રેલરના ડ્રાઈવર સહિત બે વ્યકિત સળગીને ભસ્મીભૂત થઈ ગયા હતા.

ઘટનાને પગલે ફાયર ફાઇટરની ગાડી બોલાવી આગ ઉપર કાબૂ મેળવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને પગલે કલાકો સુધી એક બાજુનો માર્ગ બંધ રહ્યો હતો.