બિગબ્રેકિંગ@ગુજરાત: રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામા બાદ આજે રાજ્યના ૧૭ માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ની જવાબદારી સોંપાઈ છે. ગઈકાલે વિજય રૂપાણીએ અચાનક રાજીનામું ધરી દેતા ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ખળભળાટ મચી ગયો હતો. જે બાદમાં કેન્દ્રીય હાઈ કમાન્ડમાં બે દિગ્ગજ નેતાઓ આજે ગુજરાત આવ્યા બાદ કમલમ ખાતે ધારાસભ્ય દળની
 
બિગબ્રેકિંગ@ગુજરાત: રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામા બાદ આજે રાજ્યના ૧૭ માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ની જવાબદારી સોંપાઈ છે. ગઈકાલે વિજય રૂપાણીએ અચાનક રાજીનામું ધરી દેતા ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ખળભળાટ મચી ગયો હતો. જે બાદમાં કેન્દ્રીય હાઈ કમાન્ડમાં બે દિગ્ગજ નેતાઓ આજે ગુજરાત આવ્યા બાદ કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં ભુપેન્દ્ર પટેલ ની રાજ્યને નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. હવે ધારાસભ્ય દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરાયું હતું. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. ધારાસભ્યોની બેઠક શરૂ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ આનંદીબેન પટેલના વિશ્વાસુ એવા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.