બિગબ્રેકિંગ@ગુજરાત: મહેસાણા-પાટણ સહિત રાજ્યના 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ, જામનગર, આણંદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લોકડાઉન અંગે ગુજરાત હાઇકોર્ટના સૂચન બાદ ગાંધીનગર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલ હાઇપાવર બેઠક પૂર્ણ થઇ છે. જેમાં 20 શહેરોમાં
 
બિગબ્રેકિંગ@ગુજરાત: મહેસાણા-પાટણ સહિત રાજ્યના 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ, જામનગર, આણંદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ

લોકડાઉન અંગે ગુજરાત હાઇકોર્ટના સૂચન બાદ ગાંધીનગર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલ હાઇપાવર બેઠક પૂર્ણ થઇ છે. જેમાં 20 શહેરોમાં રાત્રિ 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. દિવસના કર્ફ્યૂને લઈને કોઈ જાહેરાત થઈ નથી. આ સાથે લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી તો મોટા મેળવડા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે. આ તરફ 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા અને શનિ-રવિ રાજકીય અને સામાજિક કાર્યક્રમ બંધ રહેશે. આજે મળેલી બેઠકમાં ​રાજ્યની સ્થિતિ અને લોકડાઉન મુદ્દે મંથન કરવામાં આવ્યું હતું. તો અમિત શાહને સમગ્ર રાજ્યની સ્થિતિ મુદ્દે વાકેફ કરવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજયમાં હાલ કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ કેસો વધી રહ્યા છે. કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા કફર્યુને લઈ એક મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાની ચેઈન તોડવા માટે ગુજરાત હાઈકોર્ટે સરકારને રાજયમાં લોકડાઉન અથવા વિકેન્ડ કફર્યુને લાદવા માટેના સૂચનો કર્યા હતા. જેથી આજે સીએમની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના ઉચ્ચઅધિકારીઓ, આરોગ્યના ઉચ્ચઅધિકારીઓ તેમજ એડવોકેટ જનરલ ત્રિવેદી પણ આ બેઠકમા હાજર રહ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજયના 20 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુનો સમય રહેશે. જયારે લગ્ન પ્રસંગમાં માત્ર 100 લોકોને જ પરવાનગી આપવામાં આવી છે અને 20 એપ્રિલ સુધી રાજયમાં તમામ મોટા કાર્યકર્મો સ્થગિત કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે શનિ અને રવિવારના રોજ સરકારી ઓફિસો બંધ રાખવામાં આવશે.