બિગબ્રેકિંગ@ગુજરાત: સૌથી મોટો ખળભળાટ, મુખ્યમંત્રી રૂપાણીનું રાજીનામું, ટૂંક સમયમાં જાહેર થશે નવુ નામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે અચાનક રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતાં હડકંપ મચી ગયો છે. હાલ મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે. જે બાદમાં થોડીક જ ક્ષણોમાં રાજભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યપાલનો સમય માંગ્યો તે બાદથી જ એવી ચર્ચાઓએ જોર
 
બિગબ્રેકિંગ@ગુજરાત: સૌથી મોટો ખળભળાટ, મુખ્યમંત્રી રૂપાણીનું રાજીનામું, ટૂંક સમયમાં જાહેર થશે નવુ નામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે અચાનક રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતાં હડકંપ મચી ગયો છે. હાલ મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે. જે બાદમાં થોડીક જ ક્ષણોમાં રાજભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યપાલનો સમય માંગ્યો તે બાદથી જ એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. હાલ સીએમ રૂપાણી રાજભવન પહોંચ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદનું સંબોધન કરતાં જણાવ્યું કે, મારુ માનવુ છેકે ગુજરાતના વિકાસની આ યાત્રા પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની નવી ઉંચાઇઓ સર કરી. સીએમ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માન્યો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલના રાજીનામા બાદ 7 ઓગસ્ટ 2016થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી મુખ્યમંત્રી પદે આવ્યા હતા. ત્યારથી લઈને ગુજરાતમાં ભાજપ વિજય રૂપાણીને આગળ ધરીને ચૂંટણી જીતતું આવે છે. ગુજરાતમાં પાંચ વર્ષ શાસન પુરૂ કરનારા વિજય રૂપાણી ચોથા મુખ્યમંત્રી હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે ગુજરાતનાં રાજકારણનાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, રાજીનામાં સમયે તેમની સાથે નીતિન પટેલ સહિત આખું મંત્રીમંડળ હાજર હતું. નોંધનીય છે કે આજે સરદાર ધામનાં કાર્યક્રમ બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની સાથે વી સતીશ સહિતનાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.