બિગબ્રેકિંગ@ગુજરાત: આખરે શિક્ષકો સામે ઝૂકી સરકાર, 8 કલાક ડ્યુટીનો પરિપત્ર રદ્દ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રને રદ્દ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની
 
બિગબ્રેકિંગ@ગુજરાત: આખરે શિક્ષકો સામે ઝૂકી સરકાર, 8 કલાક ડ્યુટીનો પરિપત્ર રદ્દ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રને રદ્દ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની જરૂર પડી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના શિક્ષણ વિભાગ દ્રારા અગાઉ શિક્ષકોને 8 કલાકની ડ્યૂટી કરવી પડશે તેવો પરિપત્ર કરાયો હતો. જે બાદમાં ગુજરાતભરના શિક્ષકો દ્વારા મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ બાદ સરકારને પોતાનો પરિત્ર રદ્દ કરવાની ફરજ પડી છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિસંહ ચૂડાસમાએ કહ્યું કે, 8 કલાકનો પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેટલા સમયગાળા દરમ્યાન પૂરતા પ્રમાણમાં શિક્ષકો કામ કરી રહ્યા છે. અગાઉના સમયગાળા દરમ્યાન જ શિક્ષકો કામ કરશે. પ્રાથમિક શાળાઓમાં આરટીઇ હેઠળ જે સમય અંગેનો પરિપત્ર હતો તે રદ્દ કરવામાં આવ્યો છે.