બિગ@હારિજ: શૌચાલયમાં પણ કટકી, 2 કર્મચારી 2500ની લાંચમાં આરોપી

અટલ સમાચાર, હારીજ હારિજ તાલુકા પંચાયત હેઠળ યોજનાકીય કામમાં અરજદાર પાસે લાંચની માંગણી થઈ હતી. જેની રજૂઆત આધારે તપાસમાં પાટણ એસીબીની ટીમે કાર્યવાહી કરી કારકૂન અને એન્જિનિયરને આરોપી બનાવ્યા છે. શૌચાલયમાં 2500ની લાંચ માંગી હોવા સામે થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઘટનાને પગલે પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
બિગ@હારિજ: શૌચાલયમાં પણ કટકી, 2 કર્મચારી 2500ની લાંચમાં આરોપી

અટલ સમાચાર, હારીજ

હારિજ તાલુકા પંચાયત હેઠળ યોજનાકીય કામમાં અરજદાર પાસે લાંચની માંગણી થઈ હતી. જેની રજૂઆત આધારે તપાસમાં પાટણ એસીબીની ટીમે કાર્યવાહી કરી કારકૂન અને એન્જિનિયરને આરોપી બનાવ્યા છે. શૌચાલયમાં 2500ની લાંચ માંગી હોવા સામે થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઘટનાને પગલે પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બિગ@હારિજ: શૌચાલયમાં પણ કટકી, 2 કર્મચારી 2500ની લાંચમાં આરોપી

પાટણ જિલ્લાની હારિજ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ અરજદારને રકમ લેવાની હતી. જેની સામે લાંચ પેટે સિનિયર ક્લાર્ક અને એન્જિનિયરે 3,000ની લાંચ માંગી હતી. જોકે રકઝકને અંતે રૂ. 2500 નક્કી થયા હતા. આ તમામ વાતચીતનું રેકોર્ડિંગ અરજદારે કરી લીધું હતું. આ પછી લાંચ આપવા જતાં કારકૂન અને એન્જિનિયરે રકમનો અસ્વિકાર કરતાં ટ્રેપ નિષ્ફળ જવાની સંભાવના બની હતી. જોકે રેકોર્ડિંગને આધારે એસીબીએ લાંચિયા કર્મચારી વિરુદ્ધ કેસ તૈયાર કરી આરોપી બનાવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અરજદારે એસીબીને ફરિયાદ કર્યા બાદ સિનિયર ક્લાર્ક સૌનક વિષ્ણુપ્રસાદ દવે અને જૂનિયર એન્જિનિયર શૈલેષ જગદીશભાઈ ઠક્કરને લાંચની રકમ આપવા ગયા હતા. જોકે બંનેને શક જતાં લાંચની રકમ સ્વિકારી ન હતી. બન્ને આરોપીઓએ ફરીયાદી પાસે લાંચના નાણાની માંગણી કરી હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાથી પાટણ એસીબીએ કાર્યવાહી કરી છે. એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.સોલંકી સહિતની ટીમે આરોપી કારકૂનને પકડી પુછપરછ શરૂ કરી તેમજ બીજા આરોપી એન્જિનિયર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.