બિગબ્રેકીંગ@બેચરાજી: ચૈત્રી પૂનમના મહામેળાને કોરોનાનું ગ્રહણ, રદ્દ કર્યો

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે ચૈત્રી પૂનમનો મહામેળો રદ્દ કરવામાં આવ્યો છે. આજે મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. મેળામાં હજારો માઇભક્તો આવતા હોય સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરી પરત ફરશે આ માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરવામાં આવશે. મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે
 
બિગબ્રેકીંગ@બેચરાજી: ચૈત્રી પૂનમના મહામેળાને કોરોનાનું ગ્રહણ, રદ્દ કર્યો

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે ચૈત્રી પૂનમનો મહામેળો રદ્દ કરવામાં આવ્યો છે. આજે મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. મેળામાં હજારો માઇભક્તો આવતા હોય સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરી પરત ફરશે આ માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરવામાં આવશે.

બિગબ્રેકીંગ@બેચરાજી: ચૈત્રી પૂનમના મહામેળાને કોરોનાનું ગ્રહણ, રદ્દ કર્યો

મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે દર ચૈત્રી પૂનમે ભરાતો લોકમેળો રદ્દ કરવામાં આવ્યો છે. આજે કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. કલેકટરે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાંથી વિવિધ દેશોમાંથી ૩૦૦ લોકો પરત આવેલા છે.જેઓને ટેકનીકલ એડવાઇઝરી અને પ્રોટોકોલ મુજબ રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે.કુલ ૧૮૦ પેસેન્જરના ઓબ્ઝર્વેશનના ૧૪ દિવસ પુર્ણ થયેલ છે.અને આજની સ્થિતિએ ૧૧૮ પેસેન્જર ઓબ્ઝર્વેશન હેઠળ છે જેમાંથી કોઇ શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસના પગલે ૧૫૫ તબીબો,૧૫૪૧ આશા બહેનો સહિત સંબધિતોને તાલીમ પણ આપવામાં આવી છે.જિલ્લામાં ૫૦ હજાર પત્રિકા વિતરણ,૧૦૦ બેનર અને ૧૨ હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા છે.આ ઉપરાંત તમામ વૃધ્ધાશ્રમોમાં વડીલજનોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ છે.

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા આરોગ્ય અધિકારી ટી.કે.સોની, સિવિલ સર્જન એચ.એન.પરમાર સહિત આરોગ્યના અધિકારીઓ અને મિડીયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.