બિલઃ ખેડૂતો માટેના વિધેયકને લઈને PM નરેન્દ્ર મોદીનું સૌથી મોટું નિવેદન

અટલ સમાચાર, ડેસ્ક પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાલે વિશ્વકર્મા જયંતીના દિવસે લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધાર બિલ પસાર કરવામાં આવ્યું. આ બિલને જગતના તાત ખેડૂતોને અનેક બંધનોથી મુક્તિ અપાવી છે. આ સુધારાથી ખેડૂતોને પોતાની ઉત્પાદનનું વેચાણ અને વધારે વિકલ્પ અને વધુ તક મળશે. હું દેશના ખેડૂતોને આ બિલને લઇને શુભેચ્છા આપું છું. અટલ સમાચાર આપના
 
બિલઃ ખેડૂતો માટેના વિધેયકને લઈને PM નરેન્દ્ર મોદીનું સૌથી મોટું નિવેદન

અટલ સમાચાર, ડેસ્ક

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાલે વિશ્વકર્મા જયંતીના દિવસે લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધાર બિલ પસાર કરવામાં આવ્યું. આ બિલને જગતના તાત ખેડૂતોને અનેક બંધનોથી મુક્તિ અપાવી છે. આ સુધારાથી ખેડૂતોને પોતાની ઉત્પાદનનું વેચાણ અને વધારે વિકલ્પ અને વધુ તક મળશે. હું દેશના ખેડૂતોને આ બિલને લઇને શુભેચ્છા આપું છું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિપક્ષને આડે હાથ લેતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેડૂત અને ગ્રાહકની વચ્ચે જે વચોટિયા હોય છે, જે ખેડૂતોની કમાણીનો મોટો ભાગ પોતે લઇ લે છે, તેમનાથી બચાવા માટે આ બિલ લાવવું આવશ્યક હતું. આ બિલ ખેડૂતો માટે રક્ષા કવચ બનીને આવ્યું છે. પરંતુ કેટલાક લોકો દાયકા સુધી સત્તામાં રહે છે, દેશ પર રાજ કરે છે, તે લોકો ખેડૂતોને આ વિષય પર ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

બિલઃ ખેડૂતો માટેના વિધેયકને લઈને PM નરેન્દ્ર મોદીનું સૌથી મોટું નિવેદન
જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટેના બિલને લઇને મોટુ નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું ખેડૂતોને ખોટી રીતે ભ્રમિત કરવામાં આવી રહ્યાં છે. નવા બિલથી ખેડૂતોને ફાયદો થશે, ખેડૂતો ઇચ્છે ત્યાં પોતાના પાક વેચી શકશે. પીએમ મોદી કહ્યું MSP માટે સરકાર કટિબદ્ધ છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકો ખેડૂતોને ખોટુ બોલી રહ્યાં છે. ચૂંટણીના સમયે ખેડૂતોને લોભામણી માટે મોટી-મોટી વાત કરતા હતા, લેખિતમાં કરતા હતા, પોતાના ઘોષણાપત્રમાં નાંખતા હતા અને ચૂંટણી પછી ભૂલી જતા હતા. આજે જ્યારે તે વસ્તુ ભાજપ-એનડીએ સરકાર કરી રહી છે, તેથી તેઓ તમામ પ્રકારની ભ્રમણાઓ ફેલાવી રહ્યા છે.