જન્મદિવસ@ નિતિન પટેલઃ નાયબ મુખ્યમંત્રીએ કોરોનાને હરાવવા ભોળાનાથને પ્રાર્થના કરી

અટલ સમાચાર. મહેસાણા ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને મહેસાણા વિધાનસભા બેઠકના ધારાસભ્ય નિતિન પટેલનો આજે (સોમવારે) જન્મદિવસ છે.નિતિન પટેલે સોમવારે વતન કડીના કરણનગર રોડ પર આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે ગાયત્રી માતાના દર્શન કરી દેશ અને રાજ્યમાં ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશ અને રાજ્ય ઝડપથી મુક્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી.
 
જન્મદિવસ@ નિતિન પટેલઃ નાયબ મુખ્યમંત્રીએ કોરોનાને હરાવવા ભોળાનાથને પ્રાર્થના કરી

અટલ સમાચાર. મહેસાણા

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને મહેસાણા વિધાનસભા બેઠકના ધારાસભ્ય નિતિન પટેલનો આજે (સોમવારે) જન્મદિવસ છે.નિતિન પટેલે સોમવારે વતન કડીના કરણનગર રોડ પર આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે ગાયત્રી માતાના દર્શન કરી દેશ અને રાજ્યમાં ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશ અને રાજ્ય ઝડપથી મુક્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી. કડી ખાતે આવેલ શ્રી યવતેશ્વર મહાદેવના દર્શન કરીને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી નિતિનભાઇ પટેલે 65માં વર્ષનો પ્રારંભ કર્યો હતો. દેશ અને રાજ્યમાં ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશ અને રાજ્ય ઝડપથી મુક્ત થાયે તેવી દેવાધિદેવ મહાદેવને હૃદયથી પ્રાર્થના કરી હતી.

જન્મદિવસ@ નિતિન પટેલઃ નાયબ મુખ્યમંત્રીએ કોરોનાને હરાવવા ભોળાનાથને પ્રાર્થના કરી

જન્મદિવસે મારા વતન કડી ખાતે શ્રી સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ-કડી તથા ભારતીય જનતા પક્ષ-કડી શહેર તથા તાલુકા દ્વારા આયોજીત કરાયેલ મહા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કરનાર રક્તદાતાઓનો આભાર માન્યો હતો. આ સમયે કોરોનાની વૈશ્વિક મહામારી સામે રક્ષણ મળી રહે તે હેતુથી વિટામીન યુક્ત બી-નેચરલ જ્યુસનું પણ ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું.