આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ દિવસ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 63મો જન્મ દિવસ છે. તેમનો જન્મ 2 ઓગસ્ટ, 1956ના રોજ ભારતમાં નહીં પરંતુ તત્કાલિન બર્માના રંગૂન (વર્તમાન મ્યાનમાર યાગોન)માં જૈન વાણિયા પરિવારમાં થયો હતો. પિતા રમણિકલાલ અને માતા માયાબેનના તેઓ 7મા સંતાન હતા. તત્કાલિન બર્મામાં અસ્થિરતા ઊભી થતાં તેમનો આખો પરિવાર 1960માં રાજકોટ સ્થળાંતર કરીને આવી ગયો
 

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 63મો જન્મ દિવસ છે. તેમનો જન્મ 2 ઓગસ્ટ, 1956ના રોજ ભારતમાં નહીં પરંતુ તત્કાલિન બર્માના રંગૂન (વર્તમાન મ્યાનમાર યાગોન)માં જૈન વાણિયા પરિવારમાં થયો હતો. પિતા રમણિકલાલ અને માતા માયાબેનના તેઓ 7મા સંતાન હતા. તત્કાલિન બર્મામાં અસ્થિરતા ઊભી થતાં તેમનો આખો પરિવાર 1960માં રાજકોટ સ્થળાંતર કરીને આવી ગયો હતો. વિજય રૂપાણીએ રાજકોટની ધર્મસિંહજી આર્ટ કોલેજમાંથી બીએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી લીધી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી પક્ષ અને પ્રજા બંનેના લાડીલા નેતા છે. કોલેજ કાળમાં વિજય રૂપાણીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થી કાર્યકર તરીકે જોડાયા હતા. 1971માં તેઓ જન સંઘમાં જોડાયા અને પછી આજીવન તેના સંનિષ્ઠ કાર્યકર રહ્યા છે. તેમના વિનમ્ર સ્વભાવ, ધીરજ અને ખંતે તેમને લોકલાડીલા નેતા બનાવ્યા છે. ભારતની લોકશાહીના તેઓ પ્રખર અનુયાયી છે. ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ સમાજ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા છે.

તેમની શૈલી, સંસ્કૃતિ અને સ્વભાવ દીવા જેવો સ્પષ્ટ છે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકિર્દી સામાજિક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છે. જવાબદારી ઉપાડવાની તેમની ક્ષમતા અને પડકારોનો સામનો કરવાની તેમની સહજવૃતિ દ્વારા તેમણે તેમના પ્રભાવશાળી ગુણોને મજબૂતી આપી છે.

તેમની નેતૃત્વક્ષમતા દરેક ક્ષેત્રમાં તેમણે દેખાડી છે. સંઘના કેમ્પ કે શિબિર હોય, કે પછી  વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવનિર્માણની ચળવળ હોય, પ્રાથમિકતા સાથે જવાબદારી નિભાવતી વખતે રૂપાણીએ ક્યારેય પાછું વળીને જોયું નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકીય કારકિર્દી

  • 1996-1997 : રાજકોટના મેયર
  • 2006-2012 :રાજ્યસભાના સાંસદ
  • 19 ઓક્ટો.,2014- 22 ડીસે.,2017 : ધારાસભ્ય, ગુજરાત
  • નવે.2014-ઓગસ્ટ,2016 : પરિવહન, પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર મંત્રી, ગુજરાત સરકાર
  • ફેબ્રુઆરી, 2016થી ઓગસ્ટ 2016: ભાજપ પ્રદેશ અધ્યક્ષ
  • 7 ઓગસ્ટ, 2016થી 21 ડિસે.,2017 અને 22 ડિસે., 2017થી વર્તમાન : ગુજરાતના 16મા મુખ્યમંત્રી