કલ્યાણા :ઉપ સરપંચે જન્મદિવસે વૃક્ષો વાવી પર્યાવરણ જતનનો સંકલ્પ કર્યો

અટલ સમાચાર.મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી) સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે ઉપ સરપંચના જન્મદિવસની ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા અનોખી ઉજવણી કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરી ગામને હરીયાળુ બનાવવા સંકલ્પ કરાયો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગ્રામ પંચાયતના ડે.સરપંચ, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા, પાટણ જિલ્લા
 
કલ્યાણા :ઉપ સરપંચે જન્મદિવસે વૃક્ષો વાવી પર્યાવરણ જતનનો સંકલ્પ કર્યો

અટલ સમાચાર.મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી)

સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે ઉપ સરપંચના જન્મદિવસની ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા અનોખી ઉજવણી કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરી ગામને હરીયાળુ બનાવવા સંકલ્પ કરાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કલ્યાણા :ઉપ સરપંચે જન્મદિવસે વૃક્ષો વાવી પર્યાવરણ જતનનો સંકલ્પ કર્યો

સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગ્રામ પંચાયતના ડે.સરપંચ, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા, પાટણ જિલ્લા રાજપૂત સમાજના યુવા અગ્રણી ભૂપેન્દ્રસિંહ વાઘેલાના જન્મદિવસે કલયાણા ગામના યુવાનો દ્વારા ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કરીને ભૂપેન્દ્રસિંહ વાઘેલાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

કલ્યાણા :ઉપ સરપંચે જન્મદિવસે વૃક્ષો વાવી પર્યાવરણ જતનનો સંકલ્પ કર્યો

કલ્યાણા ગામના ડે.સરપંચ ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ એમના ૪૦ માં જન્મદિને પોતે ૪૦ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ કરક્યો હતો. તથા ત્યાં હાજર ગામના તમામ યુવાનો અને આરોગ્યના તમામ સ્ટાફને નાસ્તો કરાવેલ. અને ત્યાં હાજર રહેલ દરેક યુવાન પણ વર્ષમાં ઓછામાં ઓછું એક વ્રૂક્ષ વાવીને તેનો ઉછેર કરે તેવા સંકલ્પ લેવરાવેલ. ભૂપેન્દ્રસિહે જે ૪૦ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ લીધેલ તે તમામ વૃક્ષો ફરતે લોખંડ જાળી વાળા પાંજરા લગાવવાનુ નક્કી કરેલ તેમાં ૨૦ વૃક્ષો ના લોખંડના જાળી વાળા પાંજરા ભૂપેન્દ્રસિંહ વાઘેલા પોતાના ખર્ચે અને બાકીના ૨૦ વૃક્ષો ના લોખંડની જાળી વાળા પાંજરાનો ખર્ચ વૃક્ષારોપણ વખતે ત્યા હાજર યુવાનોએ ઉપાડી લેવાનું જાહેર કર્યુ છે.

કલ્યાણા :ઉપ સરપંચે જન્મદિવસે વૃક્ષો વાવી પર્યાવરણ જતનનો સંકલ્પ કર્યો
આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં આરોગ્ય કેન્દ્રના CHO જાદવ હિનાબેન, રાવત સવિતાબેન ( FHW ) જયદિપસિંહ વાઘેલા, રમેશભાઈ ચૌહાણ, કમલેશ દેસાઈ, વિપુલસિહ રાજપૂત, લીલાજી ઠાકોર, લાલાજી ઠાકોર, પ્રકાશસિંહ રાજપૂત, જિતેન્દ્ર પ્રજાપતિ, દેસાઈ મિત, ઘનશ્યામભાઈ નાયક, વિકાસ નાયક તથા કલ્યાણા ગામના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહીને વૃક્ષારોપણનો કાર્યક્રમ સફળ બનાવેલ અને ગામના ડે.સરપંચ ભૂપેન્દ્રસિંહ વાઘેલાને જન્મદિવસ નિમિત્તે તમે ખૂબ આગળ વધો અને ગામનું ગૌરવ વધારો અને તમારૂ દિર્ઘાયુષ્ય થાય એવી શુભેચ્છાઓ પાઠવીને અભિનંદન આપેલ.